ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 25 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 25 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : PM નરેન્દ્ર મોદી રાજસ્થાનને વિકાસની ભેટ આપશે. બાંસવાડામાં PM નરેન્દ્ર મોદી વિકાસની ભેટ આપશે તથા ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ છે. રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર હુમલો...
07:35 AM Sep 25, 2025 IST | SANJAY
આજે 25 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : PM નરેન્દ્ર મોદી રાજસ્થાનને વિકાસની ભેટ આપશે. બાંસવાડામાં PM નરેન્દ્ર મોદી વિકાસની ભેટ આપશે તથા ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ છે. રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર હુમલો...
Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 25 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : PM નરેન્દ્ર મોદી રાજસ્થાનને વિકાસની ભેટ આપશે. બાંસવાડામાં PM નરેન્દ્ર મોદી વિકાસની ભેટ આપશે તથા ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ છે. રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો તેમજ રાજકોટમાં આજે પણ સાંકૃતિક અને પારંપરિક ગરબીઓનું અનેરું મહત્વ છે. રાજકોટમાં બજરંગ ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીમાં સળગતી ઇંઢોણીનો રાસ યોજાયો અને દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બે જુથો વચ્ચે ઘર્ષણ સર્જાયું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

PM નરેન્દ્ર મોદી રાજસ્થાનને વિકાસની ભેટ આપશે

PM નરેન્દ્ર મોદી રાજસ્થાનને વિકાસની ભેટ આપશે. બાંસવાડામાં PM નરેન્દ્ર મોદી વિકાસની ભેટ આપશે. 1.08 લાખ કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. 22 મહિનામાં PM મોદી 16મી વાર રાજસ્થાન પ્રવાસે છે.

ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ

ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ છે. રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેમાં જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલ પરમારનું મોત થયુ છે. આરોપીના મૃતદેહને ગાંધીનગર સિવિલ પીએમ માટે લવાયો છે. આરોપી વિપુલ પરમારનું ફોરેન્સિક પીએમ કરાશે. જેમાં PSI પાટડીયાનું હથિયાર આરોપીએ ઝૂંટવી લીધું હતું. ફાયરિંગમાં પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ ઘાયલ થયા છે. આરોપીએ LCBના વાહનો પર પણ ફાયરિંગ કર્યું હતું. આરોપીના ફાયરિંગ સામે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતુ.

રાજકોટના નીલ સિટી ક્લબના ગરબા ફરી વિવાદમાં આવ્યો

રાજકોટના નીલ સિટી ક્લબના ગરબા ફરી વિવાદમાં આવ્યો છે. ગરબાના નામે બોલીવુડ અને અંગ્રેજી ગીત પર ઠુમકા લાગ્યા છે. માતાજીની આરાધનામાં બોલિવૂડના ગીતો વગાડતા વિવાદ થયો છે. પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ દ્વારા આયોજન કરાયુ હતુ.
ભાણેજ સમર્થ મહેતા દ્વારા ગરબાનું આયોજન કરાયું હતુ. ગત વર્ષે પણ આ આયોજકો વિવાદમાં આવ્યા હતા.

રાજકોટમાં આજે પણ સાંકૃતિક અને પારંપરિક ગરબીઓનું અનેરું મહત્વ

રાજકોટમાં આજે પણ સાંકૃતિક અને પારંપરિક ગરબીઓનું અનેરું મહત્વ છે. રાજકોટમાં બજરંગ ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીમાં સળગતી ઇંઢોણીનો રાસ યોજાયો હતો. તેમાં બહેનો દ્વારા સળગતી ઇંઢોણીનો રાસ રમવામાં આવ્યો છે. 6 જેટલી બહેનો દ્વારા આ ઇંઢોણી રાસ રમવામાં આવ્યો છે. ફાયર સેફટીના સાધનો સાથે ઇંઢોણી રાસ યોજાય છે. તેમજ રાજકોટના મવડી ચોકમાં બજરંગ ગરબી મંડળ દ્વારા રાસનું આયોજન કરવામાં આવે છે.

દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો

દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બે જુથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છે. 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, ત્રણેક દુકાનોમાં આગ લગાવી છે. પોલીસે ટીયરગેસના 5 શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. પથ્થરમારાને લઈને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rashifal 25 September 2025: ગુરુ અને ચંદ્રના શુભ જોડાણથી આજનો દિવસ આ રાશિઓ માટે ફાયદાકારક રહેશે

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article