Gujarati Top News : આજે 3 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 3 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગાંધીનગર CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં વિધાનસભાના આગામી સત્રના આયોજન પર ચર્ચા થશે તથા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાનો મામલો બિચક્યો તેમજ રાજકોટમાં સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે માથાફૂટ થઇ છે. જેમાં રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં બે પરિવારો બાખડ્યા તથા રાજકોટમાં પ્રેમિકાને પામી ના શકતા પ્રેમિએ આપઘાત કર્યો છે. 24 વર્ષીય સંજય રાઠોડે ગળેફાંસો લગાવ્યો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામા માટે 4 ડોમની વ્યવસ્થા કરાઈ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગાંધીનગર CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે
ગાંધીનગર CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં વિધાનસભાના આગામી સત્રના આયોજન પર ચર્ચા થશે. ચોમાસું સત્રમાં રજુ થનારા બિલો અંગે સમીક્ષા થઈ શકે છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીના રજિસ્ટ્રશન અંગે ચર્ચા થશે. તથા PM મોદીના જન્મદિવસની ઉજવણી અંગે પણ ચર્ચા થશે. સેવા પખવાડિયા અંગેના આયોજન અંગે વિગતે ચર્ચા થશે. તથા ગણેશ મહોત્સવમાં સુરક્ષાને લઈને પણ સમીક્ષા કરાશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાનો મામલો બિચક્યો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાનો મામલો બિચક્યો છે. જેમાં પ્રથમવાર મૃતક નયનના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં 12.53 કલાકે ઇજાગ્રસ્ત થયા બાદ મૃતક નયન રોડ પરથી શાળામાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. જેમાં હુમલો થયા બાદ નયન છાતી પર હાથ રાખીને શાળા પરિસરમાં આવ્યો હતો.
રાજકોટમાં સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે માથાફૂટ થઇ
રાજકોટમાં સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે માથાફૂટ થઇ છે. જેમાં રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં બે પરિવારો બાખડ્યા છે. તેમાં ડિલિવરી બોયે ભૂલથી પાડોશીના ઘરનો ડોરબેલ વગાડ્યો હતો. બે પરિવારો વચ્ચેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું છે.
પાર્સલ મંગાવનારા પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનારા ધવલ દોમડિયા સામે 55 જેટલા ગુના છે. વિફરેલા આરોપીએ પાડોશીની કારમાં પણ તોડફોડ કરી છે. કુખ્યાત ધવલ દોમડિયા, તેની પત્ની અને સાળા સામે ગુનો દાખલ કરાયો છે.
રાજકોટમાં પ્રેમિકાને પામી ના શકતા પ્રેમિએ આપઘાત કર્યો
રાજકોટમાં પ્રેમિકાને પામી ના શકતા પ્રેમિએ આપઘાત કર્યો છે. 24 વર્ષીય સંજય રાઠોડે ગળેફાંસો લગાવ્યો છે. તથા આપઘાત પહેલા ભાવુક વીડિયો બનાવ્યો છે. જેમાં વીડિયોમાં કહ્યું – ‘કોઈને પામી ન શકો તો પ્રોમિસ ન આપો’ ‘મારે તારી સાથે લગ્ન કરવા હતા પણ તું મને છોડી ગઈ’ ‘મારા ગયા પછી તને કોઈ હેરાન નહીં કરે’.
અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે વ્યવસ્થા કરાઈ
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામા માટે 4 ડોમની વ્યવસ્થા કરાઈ છે. જેમાં આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઇ છે. ચાર વિશાળ ડોમમાં ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, ગરમ પાણી, પથારી, આરોગ્ય સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિશ્રામ ડોમમાં યાત્રાળુઓ માટે બેડની સુવિધા, શૌચાલય, સીસી ટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીંગની વ્યવસ્થા, હાઉસકીંપીગની સર્વિસ, સાઇનેઝીસ, ફ્રલોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રીશિયની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક ક્રસર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. યાત્રિકો માટે રહેઠાણ, પાણી, ખોરાક, આરોગ્ય સહિતની તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.