Gujarati યુવક અમેરિકામાં FBIના લિસ્ટમાં વોન્ટેડ, 2.50 લાખ ડોલર ઈનામની જાહેરાત
- ભદ્રેશ પટેલનું નામ FBIની ટોપ-10 ભાગેડુ લિસ્ટમાં
- 2015માં પત્નીની હત્યાના આરોપ બાદથી છે ફરાર
- મેરીલેન્ડના હેનોવરમાં હત્યા કર્યાનો નોંધાયો છે કેસ
Gujarati યુવક અમેરિકામાં FBIના લિસ્ટમાં વોન્ટેડ છે. જેમાં ભદ્રેશ પટેલનું નામ FBIની ટોપ-10 ભાગેડુ લિસ્ટમાં આવ્યું છે. તેમાં 2015માં પત્નીની હત્યાના આરોપ બાદથી ભદ્રેશ પટેલ ફરાર છે. મેરીલેન્ડના હેનોવરમાં હત્યા કર્યાનો કેસ નોંધાયો છે. તેમજ FBIએ 2.50 લાખ ડોલરના ઈનામની જાહેરાત કરી છે. ભદ્રેશ પટેલ મૂળ વિરમગામના કાંત્રોડી ગામનો છે.
FBIએ ભદ્રશેને ખતરનાક ગણાવ્યો
અમેરિકામાં FBIની ટોપ-10 ભાગેડુની લિસ્ટમાં ગુજરાતી યુવકનું નામ સામે આવ્યું છે. જેમાં FBI 34 વર્ષીય ભાગેડુ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધી રહી છે. 2015માં તેની પત્નીની હત્યાના આરોપથી તે યુએસ સ્ટેટ મેરીલેન્ડમાં વોન્ટેડ છે. અગાઉ FBIએ ભદ્રેશ પટેલની ધરપકડમાં મદદ માટે અઢી લાખ ડોલર સુધીના ઈનામની જાહેરાત પણ કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ભદ્રેશ અને તેની પત્ની પલક વચ્ચે ભારત આવવા મુદ્દે વિવાદ થયો હતો. ભદ્રેશે છરી વડે પલકની હત્યા કરી હતી અને બાદમાં ભાગી છૂટ્યો હતો. એપ્રિલ 2015માં બાલ્ટીમોરમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ ઈશ્યું કર્યુ હતું. FBIએ ભદ્રશેને ખતરનાક ગણાવ્યો છે. ભદ્રેશ પટેલ મૂળ વિરમગામના કાંત્રોડી ગામનો વતની છે.
ભારત પરત ફરવા માગતી પત્નીની હત્યા કરી હોવાનો દાવો
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ની મોસ્ટ વોન્ટેડ યાદીના ટોચના 10 ગુનેગારોમાં ગુજરાતી ભદ્રેશ કુમારનું નામ આવતા ખળભળાટ મચી ગયો છે. સાત વર્ષથી એફબીઆઈથી ભાગતા ફરતા ભદ્રેશને ઝડપી લેવા માટે તપાસ એજન્સીએ વધુ સઘન પ્રયાસો હાથ ધર્યા છે અને તેના પરની ઈનામી રકમ વધારી દીધી છે. એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ ભદ્રેશ પટેલ પર એપ્રિલ 2015માં હેનોવર, મેરીલેન્ડ સ્થિત ડન્કીન ડોનટ્સમાં તેની સાથે જ કામ કરતી પત્ની પલકની કરપીણ હત્યા કરવાનો આરોપ છે. તેણે વિઝા પૂરા થયાના એક મહિના પહેલાં જ ભારત પરત ફરવા માગતી પત્નીની હત્યા કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat: કથાકાર મોરારીબાપુએ આવતા વર્ષે મહુવા જિલ્લો બને તેવી આશા વ્યક્ત કરી