ગુજરાતનો યશાંગ કનોજીયા આંતરરાષ્ટ્રીય તાઈક્વોન્ડોમાં ઝળહળ્યો : 87 કિલો કેટેગરીમાં Gold medal
- રેલવે કર્મચારીના પુત્ર યશાંગે દેહરાદૂનમાં મેળવ્યો સુવર્ણ પદક (Gold medal) : ગુજરાતનું નામ રોશન કર્યું
- 8મી ઈન્ટરનેશનલ ઓપન તાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં ગુજરાતનો યશાંગ કનોજીયા ચેમ્પિયન
- 20 વર્ષીય યશાંગે મોટી ઉંમરના ખેલાડીઓને હરાવી જીત્યો ગોલ્ડ: અમદાવાદનું ગૌરવ વધાર્યું
- ટ્રાન્સસ્ટેડિયા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી યશાંગ કનોજીયાની આંતરરાષ્ટ્રીય સફળતા: તાઈક્વોન્ડોમાં સુવર્ણ પદક
અમદાવાદ રેલવે કર્મચારીના પુત્ર યશાંગે દેહરાદૂનમાં મેળવ્યો સુવર્ણ પદક ( Gold medal ) : ગુજરાતના ખેલ વિભાગમાં એક નવી ચમક ઉમેરાઈ છે. અમદાવાદના યુવા તાઈક્વોન્ડો ખેલાડી યશાંગ કનોજીયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. દેહરાદૂનમાં યોજાયેલી 8મી ઈન્ટરનેશનલ ઓપન તાઈક્વોન્ડો પ્રતિયોગિતામાં 20 વર્ષીય યશાંગે 87 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં સુવર્ણ પદક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે.
રેલવે કર્મચારીના પુત્રની અદ્વિત્ય સિદ્ધિ - Gold medal
યશાંગ મનિષ કનોજીયાના પુત્ર છે, જેઓ પશ્ચિમ રેલવે અમદાવાદમાં લોકો પાયલટ તરીકે ફરજ બજાવે છે. આ પરિવાર માટે યશાંગની આ સિદ્ધિ ખૂબ જ ગર્વની વાત બની છે. યશાંગ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા વિશ્વવિદ્યાલયમાં BSC સ્પોર્ટ્સ મેનેજમેન્ટના ચોથા સેમેસ્ટરનો વિદ્યાર્થી છે અને અહીંથી તાલીમ લઈને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
ગુજરાતનું નામ કર્યું રોશન
આ સ્પર્ધા ક્યોરુગી ફોર્મેટમાં અંડર-19 ઉંમર વર્ગમાં યોજાઈ હતી, પરંતુ યશાંગે પોતાનાથી મોટી ઉંમરના અને અનુભવી ખેલાડીઓને પણ હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ પ્રતિયોગિતામાં નેપાળ, ભૂટાન સહિત અનેક દેશોની ટીમોએ ભાગ લીધો હતો. યશાંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો ખેલાડી ઝળહળ્યો
તાઈક્વોન્ડો સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીએ જીત્યો ગોલ્ડ મેડલ
8મી ઈન્ટરનેશનલ ઓપન તાઈક્વોન્ડો પ્રતિયોગીતામાં મેળવી સિદ્ધી
પશ્ચિમ રેલવે અમદાવાદના લોકો પાયલટના પુત્રએ જીત્યો ગોલ્ડ મેડલ
દેહરાદૂનમાં આયોજીત તાઈક્વોન્ડો પ્રતિયોગીતામાં… pic.twitter.com/S7GHVqsmOg— Gujarat First (@GujaratFirst) February 5, 2026
રેલવે કર્મચારીના પુત્રની અનોખી સિદ્ધિ
યશાંગનું આ પ્રદર્શન ખાસ એટલા માટે પ્રશંસનીય છે કારણ કે તેણે માત્ર પોતાની કેટેગરીમાં જ નહીં, પરંતુ વિવિધ ઉંમરના અને અનુભવના ખેલાડીઓ સામે પણ શાનદાર ફાઈટિંગ કરીને વિજય મેળવ્યો હતો. તેની ઝડપ, ટેકનિક અને માનસિક મજબૂતીએ તેને આ સિદ્ધિ અપાવી છે. આ જીતથી ગુજરાતના તાઈક્વોન્ડો રમતને નવી ઊર્જા મળી છે. યશાંગના પિતા મનિષ કનોજીયા એક સામાન્ય રેલવે કર્મચારી હોવા છતાં પુત્રની આ સિદ્ધિએ આખા પરિવારનું ગૌરવ વધાર્યું છે. માતા-પિતા અને પરિવારજનો આ જીતથી ખૂબ જ ખુશ છે અને યશાંગને વધુ ઉંચાઈઓ સુધી પહોંચવા પ્રોત્સાહન આપી રહ્યા છે.
ટ્રાન્સસ્ટેડિયા વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ વિભાગ અને તાઈક્વોન્ડો કોચિંગ સ્ટાફે પણ યશાંગની આ સિદ્ધિને બિરદાવી છે. આ જીત ગુજરાતના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે કે સતત મહેનત અને લગનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સફળતા મેળવી શકાય છે.
આ પણ વાંચો-Rajkot : Hirasar એરપોર્ટની સુરક્ષા પર સવાલ : ગાયોની એન્ટ્રીએ મચાવી હલચલ, વીડિયો વાયરલ


