Gun Licence Racket : ગુજરાતમાં ગુનાહિત શખ્સો પાસે ગન અને લાયસન્સ બંને, કોણ છે સમગ્ર કૌભાંડની પાછળ ?
Gun Licence Racket : લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ ગુજરાતમાં કાયદેસરનો હથિયાર પરવાનો લેવો અનેકાઅનેક લોકો માટે સપના સમાન છે. વર્ષે લાખો/કરોડો રૂપિયાનો ધંધો કરનારા બિઝનેસમેન માટે પણ Gun Licence મેળવવું ઘણું કઠીન છે. ગાંધીના ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી બોગસ ગન લાયસન્સ (Gun Licence Racket) નો લાખો/કરોડો રૂપિયાનો વેપલો થઈ રહ્યો છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સો તેમજ ટપોરીઓ પાસે આજની તારીખે ગુજરાત બહારના ગન લાયસન્સ તેમજ હથિયારોનો જથ્થો પડ્યો છે. આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલે છે તેની માહિતી Gujarat First ને હાથ લાગી છે. આ મસમોટા અને કાયદો અને વ્યવસ્થા માટે જોખમી એવા Gun Licence Racket માં અમદાવાદનો શખ્સ કરોડો રૂપિયા કમાયો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદ ક્રાઈમને બાતમી મળ્યા બાદ શું થયું ?
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના અધિકારીને એક બાતમી મળે છે કે, ગુનાહિત ભૂતકાળ ધરાવતા એક શખ્સ પાસે અન્ય રાજ્યનો હથિયાર પરવાનો અને ગન બંને છે. જેથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ. જે. જાડેજા (PI S J Jadeja) ની ટીમ ભરત થુંગા ઉર્ફે ટકો નામના એક ગુનેગારને પિસ્તોલ તેમજ લોખંડના પાઈપમાંથી બનાવેલા હથિયારો સાથે ઝડપી લઈ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરે છે. ભરત થુંગા/ભરવાડ પાસેથી ઉત્તર પૂર્વોત્તર રાજ્યનું ગન લાયસન્સ પણ હાથ લાગે છે. ફાયરિંગ કરી હત્યાની કોશિષ, ગેરકાયદેસર વેપન તેમજ હથિયાર રાખવાના કેસમાં ભરત ભરવાડ ઉર્ફે ટકો પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. ભરત પાસેથી મળેલા ગન લાયસન્સ અંગે ક્રાઈમ બ્રાંચે જાણવા જોગ નોંધી લાયસન્સની ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચ બાદ ATS અને SOG મેદાનમાં આવી
ક્રાઈમ બ્રાંચને હાથ લાગેલા ગુનેગારની પૂછપરછમાં રાજ્ય વ્યાપી કૌભાંડ હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Racket) ની હકિકત સામે આવી છે. અમદાવાદ શહેર, સુરત, સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા તેમજ Gun Licence ની ઔકાત નહીં ધરાવનારા શખ્સો પાસે આજે ગન અને લાયસન્સ બંને છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થતાં Gujarat ATS અને સુરેન્દ્રનગર એસઓજી (Surendranagar SOG) હરકતમાં આવી ગઈ છે. સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે એક પછી એક એમ કુલ 19 કેસ શોધી કાઢ્યા છે જેમાં ઉત્તર પૂર્વોત્તર રાજ્ય (North-Eastern State) ના ગન લાયસન્સ અને ગન જુદાજુદા શખ્સો ધરાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ગન અને લાયસન્સ બંને શંકાના આધારે જપ્ત કરાયા છે અને તેની તપાસ આરંભી દીધી છે.
પૈસા ફેંકો ગન લાયસન્સ મેળવો, ગુજરાતમાં ચાલતું સૌથી મોટું રેકેટ
ઉત્તર પૂર્વોત્તર રાજ્યમાંથી અનેક ગુનેગારોએ ગન અને લાયસન્સ મેળવ્યા
ભરત ભરવાડ ઉર્ફે ટકાને ઝડપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પિસ્તોલ કરી છે કબજે
ક્રાઈમ બ્રાંચે શંકાસ્પદ ગન લાયસન્સ અંગે જાણવા જોગ કરી તપાસ આરંભી
ક્રાઈમ બ્રાંચ… pic.twitter.com/mqii7nqG6f— Gujarat First (@GujaratFirst) March 29, 2025
બોગસ કોલ સેન્ટરના સંચાલક સહિત પાંચની પૂછપરછ જારી
ગુજરાતની એક પોલીસ એજન્સીએ ઔકાત વિનાના 5 શખ્સોની Gun Licence Racket માં પૂછપરછ આરંભી છે. બોગસ કોલ સેન્ટર (Fake Call Centre) ચલાવનારા અમદાવાદના એક શખ્સ સહિત ગુનાહિત ભૂતકાળ ધરાવતા પાંચેક શખ્સોને પોલીસ એજન્સીએ ઉપાડી લીધા છે. આ શખ્સો પાસે ગન લાયસન્સ ક્યાંથી અને કેવી રીતે આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો - Rajkot Nyari Dam accident: ગુજરાત ફર્સ્ટના અહેવાલે ખોલી પોલીસની પોલ, પીડિતને મળ્યો ન્યાય
12 થી 20 લાખમાં ગન લાયસન્સનો જોટો અપાવે છે મુકેશ અને શૌકત
પોલીસ એજન્સીઓ તરફથી ચાલી રહેલી તપાસ દરમિયાન Gujarat First ને કેટલીક જાણકારી મળી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં તાલી રહેલા Gun Licence Racket માં મુકેશ નામનો શખ્સ તેમજ ઉત્તર ભારતનો શૌકત સામેલ હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસની તપાસ તેજ બનતાની સાથે જ મુકેશ નામનો શખ્સ ગુજરાત છોડીને રવાના થઈ ગયો છે. છેલ્લાં છએક વર્ષથી મુકેશનો નાતો અને ધંધો ઉત્તર પૂર્વોત્તરીય રાજ્યોમાં ફેલાયેલો છે. મુકેશ અને શૌકતની જોડી છેલ્લાં કેટલાંક વર્ષથી સક્રિય છે. રૂપિયા 12 થી 20 લાખ લઈને મુકેશ અને શૌકતની જોડી મેઘાલય (Meghalaya), નાગાલેન્ડ (Nagaland), મણીપુર (Manipur) સહિતના રાજ્યોમાંથી ઓલ ઈન્ડિયા હથિયાર પરવાના (All India Arms License) અપાવે છે. ગન લાયસન્સ ઈચ્છુક પાસે આંગડીયા થકી લાખો રૂપિયાનો હવાલો કરાવ્યા બાદ પરવાનો ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. Gun Licence Racket થકી આજની તારીખે 60થી વધુ શખ્સો પાસે આવા કથિત હથિયાર પરવાના અને ગન છે.
આ પણ વાંચો - Gujarat ACB ની કામગીરીનો ભાંડો તકેદારી આયોગે ફોડ્યો, એસીબીમાં ગોઠવણ કે બેદરકારી ?
અનેક વખત બોગસ ગન લાયસન્સનો થઈ ચૂક્યો છે પર્દાફાશ
આજથી 20 વર્ષ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં જમ્મુ-કાશ્મીર ગન લાયસન્સ કૌભાંડ (Jammu and Kashmir Gun License Scam) નો પર્દાફાશ થયો હતો. અમદાવાદ શહેરના મોટા માથાઓની ધરપકડ કરી લાખો રૂપિયાના હથિયારો જપ્ત કરાયા હતા. ત્યારબાદ વર્ષ 2007માં પણ જમ્મુ-કાશ્મીરના બોગસ ગન લાયસન્સ (Fake Gun Licence) વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. આઠેક વર્ષ અગાઉ Crime Branch Ahmedabad ની ટીમે નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સ (Fake Arms Licence Nagaland) નો પર્દાફાશ કર્યો હતો. બેએક વર્ષ અગાઉ સોલા પોલીસે (Sola Police) પણ જમ્મુ-કાશ્મીરના બનાવટી હથિયાર પરવાના (Fake All India Arms License) નો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો - BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા