રહેવાનું સુરેન્દ્રનગરમાં અને લાયસન્સ મેળવ્યા મણીપુર-નાગાલેન્ડથી
ત્રણ દિવસ અગાઉ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખીયા (PI B H Shingrakhiya) ને માહિતી મળે છે કે, જિલ્લામાં રહેતા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા અનેક શખ્સો ઉત્તર પૂર્વોત્તર રાજ્યના ઓલ ઈન્ડિયા આર્મ્સ લાયસન્સ (All India Arms License) તેમજ ગન ધરાવે છે. જે હકિકતના આધારે એક પછી એક એમ 21 શખ્સોને ત્રણ દિવસમાં Surendrangar SOG Team શોધી કાઢે છે. જિલ્લાના મૂળી, થાનગઢ, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર તાલુકાના 21 શખ્સો પાસેથી રિવોલ્વર, પિસ્તોલ, ટવેલ બોર ગન (કુલ 25 હથિયાર) તેમજ 21 હથિયાર પરવાના જપ્ત કરવામાં આવે છે.
આ પણ વાંચો -BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા
અલગોતર પરિવારના ચાર ભાઈઓએ ગન લાયસન્સ મેળવ્યા
સુરેન્દ્રનગર એસઓજીની ટીમ જિલ્લાભરમાંથી એક પછી એક એમ 21 શખ્સોને કચેરી ખાતે લાવે છે. Gun Licence Scam નો ભોગ બનેલા અથવા તો જાણકારી ધરાવતા 21 શખ્સો પૈકી 17 શખ્સોએ જુદાજુદા હથિયારો ખરીદેલા છે. 7 શખ્સો પાસે રિવોલ્વર/પિસ્તોલ અને ટવેલ બોર ગન એમ જોટા છે. પોલીસે કુલ 12 રિવોલ્વર, 5 પિસ્તોલ અને 8 ટવેલ બોર ગન કુલ કિંમત રૂપિયા 24 લાખની કબજે લીધી છે. અત્રે નોંધનીય છે કે, થાનગઢ તાલુકાના જામવાડી ખાતે રહેતા અલગોતર પરિવારના ચાર ભાઈઓ ગણપત, લાલા, હિરા અને જયેશે તાજેતરમાં જ હથિયાર પરવાના મેળવ્યા છે. આ ચારેય ભાઈઓ હથિયારો ખરીદે તે પહેલાં જ મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો -Gun Licence Racket : ગુજરાતમાં ગુનાહિત શખ્સો પાસે ગન અને લાયસન્સ બંને, કોણ છે સમગ્ર કૌભાંડની પાછળ ?
ગન લાયસન્સ ધરાવતા 14 શખ્સો ગુનાહિત ઈતિહાસવાળા
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam) મામલે જાણવા જોગ નોંધી તપાસ આગળ વધારી છે. પીએસઆઈ એન. એ. રાયમા તેમની ટીમ સાથે જપ્ત કરાયેલા ગન લાયસન્સ (All India Gun License) ની ખરાઈ માટે નાગાલેન્ડ તથા મણીપુર જવા માટે રવાના થઈ ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગન લાયસન્સ ધરાવતા 14 શખ્સો કોઈને કોઈ ગુનામાં પોલીસ ચોપડે ચઢેલા છે. સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા કલોતરા બંધુઓએ ગન લાયસન્સના આધારે એક-એક પિસ્તોલ ખરીદેલી છે. માથાભારે આરોપી તરીકે કેવલ કલોતરા પોલીસ ચોપડે પંકાયેલો છે.