Jammu and kashmir ના Srinagar માં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર...
- Srinagar માં ગોળીઓના કરા વચ્ચે એક આતંકવાદી માર્યો ગયો
- સુરક્ષા દળોએ વિસ્તારને સીલ કરી દીધો
- Srinagar પોલીસ અને સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર (Srinagar)ના દાચીગામના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ કાશ્મીર (Jammu and kashmir) પોલીસે આ જાણકારી આપી છે. સુરક્ષા દળોએ સોમવારે રાત્રે શ્રીનગર (Srinagar)ના હરવાન વિસ્તારમાં દાચીગામ જંગલના ઉપરના વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. આ પછી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે માહિતી...
શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની આતંકવાદી કે શંકાસ્પદ ગતિવિધિની આશંકા હતી. હાલમાં, આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે અને સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની સાથે વિસ્તારની તપાસ કરી રહ્યા છે. ગોળીબાર બાદ વિસ્તારમાં તણાવ છે અને સુરક્ષા દળો વિસ્તારમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Puducherry : Cyclone Fengal ના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા, ખેડૂતોને પણ ભારે નુકસાન...
200 કિલોથી વધુ અફીમના બીજ જપ્ત...
દરમિયાન, જમ્મુ અને કાશ્મીર (Jammu and kashmir) પોલીસે સોમવારે ઉધમપુર જિલ્લામાં 200 કિલોથી વધુ અફીમના બીજની દાણચોરીના આરોપમાં એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિયમિત શોધ દરમિયાન, પોલીસ ટીમે જમ્મુ શ્રીનગર (Srinagar) હાઈવે પર જખાની ખાતે એક ટ્રકને રોકીને તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ટ્રકમાંથી આઠ બોરીઓમાં રાખેલ 211 કિલોઅફીમના બીજનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે ટ્રક ચાલક મોહમ્મદ હનીફની ધરપકડ કરી અફીમના બીજ કબજે કર્યો હતો. આ અંગે ઉધમપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ દાણચોરીના પ્રયાસને સમયસર નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને પોલીસ હવે આરોપીના અન્ય સહયોગીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : IMD : Delhi માં AQI માં નજીવો સુધારો, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા