જો તમારી પાસે રુ. 25 કરોડ હોય, તો ગુરુગ્રામ અને ન્યૂ યોર્કમાંથી ક્યાં ખરીદશો ફ્લેટ?
- Gurugram માં 4BHK અને 5BHK ફ્લેટની 3 મિલિયન ડોલર
- Gurugram ના ફ્લેટ્સની કિંમત વિદેશી ફ્લેટ્સ કરતા બમણી
- આ પોસ્ટને 1.2 મિલિયન લોકો દ્વારા નિહાળવામાં આવી
Gurgaon vs New York Flats Rates : ભારતમાં વધી રહેલી મોંઘવારીના સમયમાં નાના શહેરોમાં પણ લોકોને સપનાનું ઘર ખરીદવું અશક્ય સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભારતમાં સૌથી મોઘા મકાનો અને રહેણાંક માટે ઘર Gurugram, બેંગલોક અને મુંબઈમાં જોવા મળે છે. કારણ કે... ભારતના આ શહેરોમાં સૌથી વિકસિત અને અમીર લોકોના પરિવારો રહેતા હોય છે. તે ઉપરાંત આ શહેરોમાં ગગનચૂંબી ઈમારતો જોવા મળે છે. તે ઉપરાંત દિવસ-રાત સુધી ચાલત વ્યવસાય પણ હોય છે. તેની સાથે આવા શહેરોમાં દરેક ક્ષણે લોકો હજારોની કિંમતમાં કમાણી કરતા હોય છે. ત્યારે આવા શહેરોમાં મકાન ખરીદવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.
Gurugram માં 4BHK અને 5BHK ફ્લેટની 3 મિલિયન ડોલર
મુંબઈ, બેંગલોર અને Gurugram માં મકાનના ભાવ આકાશને આંબી રહ્યા છે. ત્યારે આને લઈ એક પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવી હતી. તો ગુરુગ્રામમાં જે મકાનના ભાવ જોવા મળી રહ્યા છે, તે ભાવ વિદેશમાં મળતા મકાનો કરતા પણ બમણા માલૂમ થઈ રહ્યા છે. કારણ કે... ગુરુગ્રામમાં વેચાણ થતા ફ્લેટ્સ અને મકાનની કિંમતને New York ના શેહરોમાં વેચાતા મકાન સાથે સરખામણી કરવામાં આવી રહી છે. જોકે આ પોસ્ટ એક મૈનેજમેન્ટ સલાહકાર ગુરજોત અહલૂવાલિયાએ સોશિયલ મીડિયા ઉપર કરી છે.
આ પણ વાંચો: પોર્ન જોવાની લત રશિયાને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ હરાવશે! ઉત્તર કોરિયાના સૈનિકો...
Which $3M apartment would you prefer?
• Gurgaon or New York?
• 4BHK Flat or 6BHK Penthouse?
• Golf Course Road or Manhattan?
• Cyber City or Times Square?
• Magnolias Park or 3.4 sqkm Central Park?IMO REAL Estate is a SCAM in India! pic.twitter.com/jNlPCm7fjK
— Gurjot Ahluwalia (@gurjota) October 27, 2024
Gurugram ના ફ્લેટ્સની કિંમત વિદેશી ફ્લેટ્સ કરતા બમણી
આ પોસ્ટમાં જણાવ્યું છે કે, Gurugram ના ડીએલએફ મૈગનોલિયાસમાં 4BHK અને 5BHK ફ્લેટની કિંમત New Yorkમાં વેચાણ થતા 6BHK પેન્ટ હાઉસ કરતા પણ વધારે છે. જો તમારી પાસે 3 મિલિયન ડોલર હોય તો, તમે ક્યા ઘર લેવાનું પસંદ કરશો. New Yorkમાં કે પછી Gurugram માં... જોકે 3 મિલિયન ડોલર એટલે ભારતીય કિંમત પ્રમાણે 25 કરોડ રૂપિયા થાય છે. જોકે ડીએલએફ મૈગનોલિયાસમાં 4BHK અને 5BHK ના એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પૂલ, સ્પા, જિમ, ગ્રીન ગાર્ડન અને કાર કવર પાર્કિંગ જેવી સુવિધાઓ મળે છે.
આ પોસ્ટને 1.2 મિલિયન લોકો દ્વારા નિહાળવામાં આવી
તો New York માં 6BHK જેવી ઈમારતમાં મકાન ખરીદવા ઉપર તમને આ તમામ સુવિધા સાથે અન્ય ખાસ પ્રકારની સુરક્ષા જેવી સુવિધાઓ મળે છે. જોકે New York એ દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં મોખરે આવે છે. ત્યારે Gurugram માં New York કરતા પણ વધારે કિંમતમાં મકાનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ પોસ્ટને @gurjota દ્વારા વાયરલ કરવામાં આવી છે. ત્યારે આ પોસ્ટને 1.2 મિલિયન લોકો દ્વારા નિહાળવામાં આવી છે. તે ઉપરાંત આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં અનેક લોકો દ્વારા પોતાના અભિપ્રાય જણાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Husband-Wife ના ઝઘડાથી રેલવેને 3 કરોડનું નુકસાન! જાણો કેેવી રીતે