ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુરુપૂર્ણિમાએ શિક્ષકોના ચરણોની કુમકુમ છાપ લેતા પાલનપુરના વિદ્યાર્થીઓ

અહેવાલ----સચિન શેખલીયા, બનાસકાંઠા ગુરુપૂર્ણિમાએ ગુરુજીઓના ચરણોની કુમકુમ છાપ લઇ અનોખી રીતે ભાવદર્શન કરતાં પાલનપુરના વિદ્યાર્થીઓ ચરણ વંદના દ્વારા ગુરુપૂજન કરી અનોખો ચિલો ચિતરતી ગુજરાતની સૌપ્રથમ શાળા એટલે સાળવી પ્રા.શાળા આજે ગુરુ પૂર્ણિમાના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે...
04:02 PM Jul 03, 2023 IST | Vipul Pandya
અહેવાલ----સચિન શેખલીયા, બનાસકાંઠા ગુરુપૂર્ણિમાએ ગુરુજીઓના ચરણોની કુમકુમ છાપ લઇ અનોખી રીતે ભાવદર્શન કરતાં પાલનપુરના વિદ્યાર્થીઓ ચરણ વંદના દ્વારા ગુરુપૂજન કરી અનોખો ચિલો ચિતરતી ગુજરાતની સૌપ્રથમ શાળા એટલે સાળવી પ્રા.શાળા આજે ગુરુ પૂર્ણિમાના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે...
અહેવાલ----સચિન શેખલીયા, બનાસકાંઠા
ગુરુપૂર્ણિમાએ ગુરુજીઓના ચરણોની કુમકુમ છાપ લઇ અનોખી રીતે ભાવદર્શન કરતાં પાલનપુરના વિદ્યાર્થીઓ
ચરણ વંદના દ્વારા ગુરુપૂજન કરી અનોખો ચિલો ચિતરતી ગુજરાતની સૌપ્રથમ શાળા એટલે સાળવી પ્રા.શાળા
આજે ગુરુ પૂર્ણિમાના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અનેક લોકો પોતાના ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી તેમના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવશે. પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સ્કૂલમાં વિધાર્થીઓએ ગુરુપૂર્ણિમાએ ગુરુજીઓના ચરણોની કુમકુમ છાપ લઇ અનોખી રીતે ભાવદર્શન કરતાં અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી ચરણ વંદના દ્વારા ગુરુપૂજન કરી અનોખો ચિલો ચીતર્યો હતો.
ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે.આ તહેવાર પરંપરાગત રીતે, હિંદુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે....!! ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ.આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે. ગુરુએ દિવ્ય જયોતી છે. જે માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા. શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ.
વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોનું પૂજન કરી તેમના કુમ-કુમ પગલાંની છાપ લીધી
વાસ્તવમાં કોઇ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ, જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઇ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. આવાજ વંદનીય ગુરુજીઓનું આગવી રીતે સન્માન કરી આદર સત્કાર કરવાનો સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર ચીલો ચિતર્યો છે. પાલનપુરની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાએ પોતાને અભ્યાસમાં વિદ્યા દાન આપી રહેલ શિક્ષકોનો અભૂતપુર્વ આદર સત્કાર કર્યો હતો.શાળાના વર્ગ પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિ વિદ્યાર્થીઓએ 'મારા ગુરુ - મારી આત્મા' કાર્યક્રમ અંતર્ગત તમામ શિક્ષકોનું પૂજન કરી તેમના કુમ-કુમ પગલાંની છાપ લઇ તેને ફ્રેમિંગ કરાવી પોતાના ઘરમાં તેમજ વર્ગ ખંડમાં સ્થાપિત કરવાનું આયોજન કર્યું હતું. આ પગલાંની છાપને દરરોજ પૂજા કરી ગુરુજીઓએ આપેલ તમામ સુવિચારો અને સંસ્કારોનું સ્મરણ કરી જીવનમાં આગળ વધી માતા-પિતાનું નામ રોશન કરવાની પણ ટેક લીધી હતી.
અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી
જોકે આજના જમાનામાં ગુરુ પ્રત્યે લોકોનું સન્માન ઓછું થતું જાય છે ત્યારે પાલનપુરના વિધાર્થીઓએ ગુરુઓના કુમકુમ પગલાં પાડી ગુરુ વંદના કરી અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.. આ અંગે શાળાની વિદ્યાર્થી ઘ્વની બારડે જણાવ્યું હતું કે,  આજે અમે અમારા ગુરુજીઓના ચરણના કુમકુમ પગલાં કાગળ ઉપર પાડી ને તેની ફ્રેમ કલાસ રૂમમાં અને ઘરમાં રાખીશું.. શાળાના આચાર્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ગુરુ પૂર્ણિમાના દિવસેબ અમારા સ્કૂલના વિધાર્થીઓએ અનોખી રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી છે જે કદાચ બીજે નહિ થઈ હોય જેથી અમને ખૂબ ખુશી છે..
આ પણ વાંચો---ગુરુ પૂર્ણિમાએ યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોનો ધસારો 
Tags :
Guru PurnimaPalanpurStudents
Next Article