Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : GUVNL દ્વારા નવીનીકરણ જારી, ઓનલાઇન સુવિધાઓ પર અસર

VADODARA : GUVNL અંતર્ગત આવતી DGVCL, MGVCL, UGVCL, PGVCL દ્વારા ગ્રાહકોને વીજ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે
vadodara   guvnl દ્વારા નવીનીકરણ જારી  ઓનલાઇન સુવિધાઓ પર અસર
Advertisement
  • વીજ કંપની દ્વારા નવીનીકરણ હાથ પર લેવામાં આવ્યું છે
  • આજથી લઇને 10, જુન સુધી કામગી ચાલુ રહેશે
  • કામગીરી દરમિયાન ઓનલાઇન સેવાઓ અસરગ્રસ્ત રહેશે
  • આખબારી યાદી થકી સમગ્ર માહિતી સપાટી પર આવવા પામી છે

VADODARA : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના નેજા હેઠળ આવતી વીજ કંપનીઓ (ELECTRICITY COMPANY) દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. કંપનીની GSTCO અને GSECL સંચાલિત ઓનલાઇન સેવાઓ આજથી લઇને 10, જુન સુધી સ્થગિત કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા ડેટા સેન્ટર અને નોન આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણના કાર્યને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 10, જુન સવારે 10 કલાક બાદ તમામ સેવાઓ પુન શરૂ થઇ જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અનેક ઓનલાઇ સુવિધાઓ આપવામાં આવે છે

તાજેતરમાં વીજ કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા અખબારી યાદી જારી કરવામાં આવી છે. તેમાં જણાવ્યા અનુસાર વીજ કંપની હેઠળ આવતી DGVCL, MGVCL, UGVCL, PGVCL દ્વારા ગ્રાહકોને વીજ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેમાં GSTCO અને GSECL દ્વારા ગ્રાહકોને કંપની વેબસાઇટ, ગ્રાહક પોર્ટલ, ઇ-વિદ્યુત સેવાઓ, ઓનલાઇન વિજ બીલની ચૂકવણી, વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ તથા સીએસસી સેન્ટર, ઇ-ગ્રામ અને બેંક શાખાઓ મારફતે વીજ બીલની ચૂકવણી જેવી સુવિધાઓ આપવામાં આવે છે.

Advertisement

કાર્ય પૂર્ણ થતાની સાથે જ તમામ સેવાઓ ફરીથી શરૂ થશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા ડેટા સેન્ટર અને નોન આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના નવીનીકરણનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જે દરમિયાન ઉપરોક્ત સુવિધાઓ ખોરવાશે. આ કાર્ય 6, જુન સાંજે 6 વાગ્યાથી લઇને 10, જુના સવારે 10 વાગ્યા સુધી ચાલનાર હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્ય પૂર્ણ થતાની સાથે જ તમામ સેવાઓ ફરીથી શરૂ થઇ જશે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : સાવલીના કુખ્યાત બુટલેગર મુન્ના ઘરમાંથી 17 નંબર પ્લેટ મળી

Tags :
Advertisement

.

×