અમેરિકાના સાંસદોએ H-1B વિઝા ફી વધારા મામલે ટ્રમ્પનો કર્યો વિરોધ, પત્ર લખીને નિર્ણય પર પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો
- ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા અરજી ફીમાં જંગી વધારો કર્યો
- યુએસ કોંગ્રેસના સાંસદોએ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કર્યો
- ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોર્ટમાં પડકાર્યો
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા અરજીઓ પર ફીમાં કરાયેલા જંગી $100,000 (આશરે ₹ 83 લાખ)ના વધારા સામે અમેરિકન કાયદા ઘડનારાઓ (US Lawmakers) માં રિપબ્લિકન અને ડેમોક્રેટિક એમ બંને પક્ષોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. યુએસ કોંગ્રેસના સભ્યોના એક જૂથે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવા વિનંતી કરી છે, ચેતવણી આપી છે કે આ નીતિ અમેરિકન નવીનતા અને આર્થિક સ્પર્ધાત્મકતાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
H-1B વિઝા ફી વધારા મામલે અમેરિકી સાંસદોએ કર્યો વિરોધ
21 ઑક્ટોબરના રોજ વ્હાઇટ હાઉસ અને વાણિજ્ય વિભાગને મોકલવામાં આવેલા એક સંયુક્ત પત્રમાં, સાત કોંગ્રેસના સભ્યોએ તેમની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે વિઝા ફીનો આ અતિશય બોજ એન્ટ્રી-લેવલ એમ્પ્લોયરો, સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓ પર પ્રતિકૂળ અસર કરશે, જેઓ મોટી કંપનીઓની જેમ આટલી મોટી રકમ ચૂકવવા સક્ષમ નથી.કાયદા ઘડનારાઓએ જણાવ્યું કે, આ નવી ફી સ્ટાર્ટઅપ્સ અને નાની ટેક કંપનીઓ માટે વિનાશક સાબિત થઈ શકે છે, જે હજુ સુધી નફાકારક બની નથી. આ પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોર્ટમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે અને તેની સુનાવણી ચાલી રહી છે.
Slapping a $100k fee on H-1B visas will give China and our competitors a leg up in the AI race.
Democrats and Republicans agree: we need the @WhiteHouse to work with Congress to modernize the H-1B program so we can attract the best and brightest to America. pic.twitter.com/810PZ41lwX
— Rep. Greg Stanton (@RepGregStanton) October 22, 2025
H-1B વિઝા ફી વધારાના નિર્ણય અંગે સાંસદોએ ટ્રમ્પને પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો
બંને પક્ષોના કાયદા નિર્માતાઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને લખેલા પત્રમાં સહમતી વ્યક્ત કરી હતી કે H-1B વિઝા કાર્યક્રમમાં સુધારાની જરૂર છે, પરંતુ સાથે જ ઉમેર્યું હતું કે, "અમને ચિંતા છે કે H-1B વિઝા અરજીઓ અંગેની તાજેતરની જાહેરાત અમેરિકન નોકરીદાતાઓ માટે ગંભીર પડકારો ઉભા કરશે અને આપણી એકંદર સ્પર્ધાત્મકતાને નબળી પાડશે.કાયદા ઘડનારાઓએ એવી ગંભીર ચેતવણી પણ આપી હતી કે જો અમેરિકન કંપનીઓ જરૂરી કુશળ પ્રતિભાને આકર્ષી નહીં શકે, તો ઘણા ઉચ્ચ કુશળ કામદારો ભારત, ચીન, ઇઝરાયલ અથવા યુરોપ જેવા અન્ય દેશોમાં પરત ફરીને એવી નવી કંપનીઓ શરૂ કરી શકે છે જે અમેરિકન કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરશે.
એક અહેવાલ મુજબ, આ પત્ર પર કેલિફોર્નિયાના કોંગ્રેસમેન સેમ લિકાર્ડો, જે ઓબરનોલ્ટે, ફ્લોરિડા કોંગ્રેસવુમન મારિયા એલ્વિરા સાલાઝાર, નેબ્રાસ્કા કોંગ્રેસમેન ડોન બેકન, વર્જિનિયાના સુહાસ સુબ્રમણ્યમ અને એરિઝોનાના ગ્રેગ સ્ટેન્ટન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અંતે, કાયદા ઘડનારાઓએ વહીવટીતંત્રને ઇમિગ્રેશન સુધારા માટે દ્વિપક્ષીય ઉકેલ (Bipartisan Solution) તરફ આગળ વધવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાના કેલિફોર્નિયામાં ગમખ્વાર અકસ્માત,બેકાબૂ ટ્રકની અડફેટમાં 3 લોકોના મોત,ભારતીય ડ્રાઇવરની ધરપકડ


