રામપુરથી દિલ્હી જતી બસનો અકસ્માત, ગંગા પુલ પર રેલિંગ તોડીને અડધી બસ બ્રિજ પર લટકી,મુસાફરોનો આબાદ બચાવ
- Brijghat Bridge Bus: રામપુરથી દિલ્હી જતી બસનો અકસ્માત,મોટી હોનારત ટળી
- બ્રજઘાટ ખાતેના ગંગા પુલ પર મોટો અકસ્માત ટળી ગયો હતો
- રેલિંગ તોડીને અડધી બસ બ્રિજ પર લટકી હતી,સદનસીબે કોઇજાનહાનિ નહી
રામપુરથી દિલ્હી જઈ રહેલી રામપુર ડેપોની એક રોડવેઝ બસનો બ્રજઘાટ ખાતેના ગંગા પુલ પર મોટો અકસ્માત ટળી ગયો હતો. બસની ઓવરસ્પીડના લીધે બ્રિજની રેલિંગ તોડી દીધી હતી. જેના કારણે અડધી બસ પુલ પર હવામાં અધ્ધર લટકી ગઈ હતી. જો બસ થોડી પણ આગળ ખસી હોત, તો તે સીધી ગંગા નદીમાં પડી જતા મોટી દુર્ઘટના ઘટી જાત, પણ સદનસીબે દુર્ઘટના ટળી ગઇ છે. કોઇજાનહાનિ થઇ નથી.
A Rampur–Delhi roadways bus smashed through the railing at Brijghat Ganga bridge and was left hanging mid-air over the river.
Panic among passengers. A few more inches… and tragedy could’ve struck.#Rampur #Hapur #Delhi #UttarPradesh #Brijghat #GangaBridge#BusAccident #Roadways… pic.twitter.com/uCmHso4zBH— Kushagra Mishra (@m_kushagra) October 4, 2025
Brijghat Bridge Bus: રામપુરથી દિલ્હી જતી બસનો અકસ્માત
નોંધનીય છે કે રામપુર ડેપોની આ બસ જેવી જ બ્રજઘાટ ખાતેના ગંગા પુલ પર પહોંચી, ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા બસ ભારે ગતિએ પુલની રેલિંગ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રેલિંગ તૂટી ગઈ અને બસનો આગળનો ભાગ હવામાં લટકી ગયો. આ ઘટનાને કારણે બસમાં સવાર યાત્રીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. નીચે ગંગા નદીનું પાણી જોઈને યાત્રીઓનો ડર અનેકગણો વધી ગયો અને બચાવ માટે બૂમો પાડવા લાગ્યા હતા.
Brijghat Bridge Bus: રેલિંગ તોડીને અડધી બસ બ્રિજ પર લટકી હતી
આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સૌથી પહેલા ગભરાયેલા યાત્રીઓને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. તમામ યાત્રીઓનો સુરક્ષિત બચાવ થયો છે. ત્યારબાદ, પુલ પર લટકેલી બસને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ ઘટનામાં નસીબ જોગે મોટી હોનારત ટળી છે. જો બસ માત્ર થોડા વધુ ઇંચ આગળ ખસી ગઈ હોત, તો તે પુલ પરથી ગંગા નદીમાં પડી જાત અને મોટી જાનહાનિ થઈ હોત. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને બસની ફિટનેસ તેમજ ડ્રાઇવરની સાવધાની પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો : શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, આતંકવાદી સજ્જાદ ગુલની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત


