Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FATHER'S DAY : આ દેશભક્ત પિતા - પુત્રની ગાથા સૌને માટે છે મિશાલ સમાન, વાંચો અહેવાલ

AHMEDABAD : આજે સૌ લોકો FATHER'S DAY ની ઉજવણી કરી રહ્યા છે. પિતાનું તેમના પુત્ર અને પરિવાર માટે આપેલું ત્યાગ અને બલિદાન બેજોડ હોય છે.આજના આ ખાસ દિવસે ચાલો જાણીએ એવા પિતા અને પુત્રની વાત જેમને જાણીને તમને પણ ગર્વ...
father s day   આ દેશભક્ત પિતા   પુત્રની ગાથા સૌને માટે છે મિશાલ સમાન  વાંચો અહેવાલ
Advertisement

AHMEDABAD : આજે સૌ લોકો FATHER'S DAY ની ઉજવણી કરી રહ્યા છે. પિતાનું તેમના પુત્ર અને પરિવાર માટે આપેલું ત્યાગ અને બલિદાન બેજોડ હોય છે.આજના આ ખાસ દિવસે ચાલો જાણીએ એવા પિતા અને પુત્રની વાત જેમને જાણીને તમને પણ ગર્વ થશે.

પુત્ર ઋષિકેશ વર્ષ 2005 માં INDIAN ARMY માં જોડાયો

FATHER'S DAY ના દિવસે આજે એક દેશભક્ત પિતા અને બહાદુર પુત્રની વિશે જાણીશું. એક એવા પિતા જેને પોતાના પુત્રની આંગળી પકડી ચાલતા શીખ્યો અને યુવાન થયો ત્યાં સુધીની તમામ ઈચ્છાઓ પૂરી કરી તેવા આદર્શ પિતા એટલે વલ્લભભાઇ રામાણી. વલ્લભભાઇ પહેલેથી જ સમાજ સેવા અને દેશ ભક્તિના કાર્યો કરતા અને તેમણે પોતાના સંતાન ઋષિકેશ રામાણીમાં પણ એ જ દેશ ભક્તિના સંસ્કારનું સિંચન કર્યું હતું.પિતાના પગલે પગલે ઋષિકેશ રામાણીએ પિતા વલ્લભભાઇ રામાણીના આદર્શ ઉપર ચાલતા દેશ સેવા માટે 2001 માં NDA એટલે કે, નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પિતાએ પણ પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેમના સંતાનનો સાથ આપ્યો હતો.

Advertisement

દેશસેવામાં શહીદ થયો પુત્ર

આગળ જતા સંસ્કાર અને દેશ ભક્તિથી સારી કામગરી કરી ઋષિકેશ રામાણીએ 2005 માં ઇન્ડિયન આર્મીમાં લેફ્રટનેન્ટ થયા અને નવા પદ સાથે પોતાની દેશ ભક્તિ કરતાં રહ્યા હતા. દેશ માટે કામ કરતાં કરતાં એક સમય આવ્યો જ્યારે તેઓ આ વતન સેવામાં 2009 માં શહીદ થયા હતા.આ ઘટના બાદ પિતાને એક બાહોશ પુત્ર ગુમાવવો પડે છે પરંતુ એક પિતાને ગર્વ થાય છે કે તેમનો પુત્ર અમર છે અને તેને દેશ સેવામાં બલિદાન આપ્યું છે. પુત્રની કુરબાની વ્યર્થ ન જવા દઈને આજે પણ વલ્લભભાઇ રામાણી દેશસેવાનું કાર્ય કરે છે.

Advertisement

પિતાએ જીવંત રાખ્યું પુત્રનું સપનું

વલ્લભ ભાઈ આજે પણ દેશ ભક્તિ માટે ગુજરાતીઓ અને અનેક પરિવારના પુત્ર દેશ સેવામાં જાય તે માટે એક ટ્રેનિંગ સેન્ટર ઉભુ કર્યું છે. આ ટ્રેનિંગ સેન્ટર મારફતે તેઓ આર્મી કે એરફોર્સમાં જવા ઈચ્છતા લોકો માટે માર્ગદર્શન પૂરું પાડે છે અને આવા ઈચ્છુકો માટે ક્લાસીસ પણ ચલાવે છે.ગુજરાત ફર્સ્ટ આવા દેશભક્ત પિતાના આત્મવિશ્વાસ, ખુમારી અને ખંતને સલામ કરે છે.

આ પણ વાંચો : VADODARA : આગવી ઓળખ સમાન ગેંડા સર્કલનો નવો અવતાર નાપસંદ

Tags :
Advertisement

.

×