ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, ત્રણ દિવસ AMTS બસમાં ફ્રિ મુસાફરી

અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન ફ્રિમાં મુસાફરીની મજા માણી શકાશે. અમદાવાદીઓને તહેવાર ટાણે પોતાની ગાડીઓ કાઢવાની જગ્યાએ ફ્રિમાં એએમટીએસની મજા માણવાની તક એએમસીએ પોતાની એક જાહેરાત થકી આપી દીધી છે. એએમસીએ પોતાની એક જાહેરાતમાં કહ્યું છે કે, દિવાળી ટાણે ત્રણ દિવસ AMTS ની મુસાફરી ફ્રિ રહેશે. આ સાથે જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પણ આ નિર્ણયથી ફાયદો થશે.
08:09 PM Oct 15, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન ફ્રિમાં મુસાફરીની મજા માણી શકાશે. અમદાવાદીઓને તહેવાર ટાણે પોતાની ગાડીઓ કાઢવાની જગ્યાએ ફ્રિમાં એએમટીએસની મજા માણવાની તક એએમસીએ પોતાની એક જાહેરાત થકી આપી દીધી છે. એએમસીએ પોતાની એક જાહેરાતમાં કહ્યું છે કે, દિવાળી ટાણે ત્રણ દિવસ AMTS ની મુસાફરી ફ્રિ રહેશે. આ સાથે જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પણ આ નિર્ણયથી ફાયદો થશે.

અમદાવાદ ( AMTS ) : દિવાળીના તહેવારની આસપાસ ખરીદી માટે લોકો માર્કેટમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેવામાં આ વખતે અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરીઓ માટે ખાસ ભેટ આપી છે. તહેવારના ત્રણ મહત્વના દિવસો – ધનતેરસ (18 ઓક્ટોબર), કાળી ચૌદસ (19 ઓક્ટોબર) અને દિવાળી (20 ઓક્ટોબર) – દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બધી બસોમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે. આ જાહેરાત સ્વદેશી ઝુંબેશને પ્રોત્સાહન આપવા અને તહેવાર દરમિયાન ટ્રાફિક જામ ઘટાડવા માટે કરવામાં આવી છે, જેથી લોકો વધુને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ખરીદી કરી શકે અને પોત-પોતાના સ્વજનો પાસે જઈ શકે.

અમદાવાદ મહાનગર પાલિકાના મુખ્ય અધિકારીઓ અનુસાર, આ નિર્ણયથી શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરવા માટે બહાર નીકળતા લોકોને આર્થિક રાહત મળશે. "આ ત્રણ દિવસ દરમિયાન AMTSની કોઈપણ બસમાં મુસાફરી કરવા માટે કોઈ ટિકિટની જરૂર નહીં. આ પગલું સ્વદેશી ઉત્પાદનોના ખરીદીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને લાભ આપવા માટે લેવામાં આવ્યો છે," તે ઉપરાંત ગરીબ અને મીડિલ ક્લાસને પણ એક નાની એવી રાહત મળી રહેશે. તેમ AMCના એક અધિકારીએ જણાવ્યું. આ જાહેરાતથી ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારો અને યુવાનોને લાભ થશે, જેઓ બજારોમાં ખરીદી કરવા માટે વધુ મુસાફરી કરશે.

આ પણ વાંચો- ડીજીપી વિકાસ સહાયની વિડિયો કોન્ફરન્સ – “Diwali પર્વમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ સજ્જ”

દિવાળીના તહેવારની તૈયારીઓ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. ગુરુવારે (16 ઓક્ટોબર) અગિયારસથી તહેવારોની શરૂઆત થશે, જ્યારે શનિવારે ધનતેરસ અને રવિવારે નરકાસુર વધની તૈયારીઓ જોવા મળશે. સોમવારે (20 ઓક્ટોબર) દિવાળીના મુખ્ય દિવસે મોટી સંખ્યામાં લોકો પોત-પોતાના સ્વજનોના ઘરે જવા માટે મુસાફરી કરશે. આ વખતે AMTSની નિઃશુલ્ક સુવિધા ટ્રાફિકના દબાણને ઘટાડવામાં મદદ કરશે, કારણ કે લોકો પોતાના વાહનોને બદલે બસોનો વધુ ઉપયોગ કરશે.

આગલા વર્ષોમાં પણ AMCએ તહેવારો દરમિયાન વિવિધ રાહતો આપી છે, જેમ કે રક્ષાબંધન પર મહિલાઓ અને બાળકો માટે નિઃશુલ્ક મુસાફરી. હાલમાં, AMTSમાં વર્ષભર વિવિધ વર્ગો માટે રાહતો ઉપલબ્ધ છે, જેમ કે વયસ્કો (65 ), વિશેષ ક્ષમતાવાળા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ પાસ. આ નવી જાહેરાતથી AMTSના મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, જે શહેરના પર્યાવરણ અને ટ્રાફિક વ્યવસ્થા માટે ફાયદાકારક રહેશે.

આ પણ વાંચો- Gandhinagar : ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ, શુક્રવારે વિજય મુહૂર્તમાં 10 નવા મંત્રીઓ લેશે શપથ?

Tags :
#AMCAhmedabad#AMTSFreeTravel#Diwali2025#FestivalFacilities#SwadeshiZumbeshAhmedabadNewsDhanterasKaliChaudas
Next Article