Hardik Pandya New Look : નવા અવતારમાં જોવા મળ્યો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા!
- એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે (Hardik Pandya New Look)
- ભારતીય ટીમ તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE ટીમ સામે રમશે
- ભારતીય ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાનો નવો લુક સામે આવ્યો
- હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર નવા લૂક સાથેની તેની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી
એશિયા કપ 2025 શરૂ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે દુબઈનાં મેદાન પર UAE ટીમ સામે રમશે. ટીમ ઈન્ડિયાની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. 5 સપ્ટેમ્બરે ICC એકેડેમીમાં પ્રેક્ટિસ સેશન યોજાશે. એશિયા કપ પહેલા જ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાનો નવો લુક (Hardik Pandya New Look) સામે આવ્યો છે, જે જોઈ તેનાં ચાહકો આશ્ચર્યચકિત થયા છે.
Hardik Pandya એ પોતાના વાળ રંગ કરાવ્યા
ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર નવા લૂક સાથેની તેની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. ચાહકોને પોતાના લુક વિશે માહિતી આપી, જેમાં તેણે પોતાના વાળ કલર કરાવ્યા છે. હાર્દિક પંડ્યાએ પોતાના વાળમાં જે કલર લગાવ્યો છે તે સેન્ડી બ્લોન્ડ કલર છે. વાળમાં નવો રંગ લગાવ્યા પછી, હાર્દિક પંડ્યાનો નવો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે, જેમાં તેણે અલગ અલગ પોઝમાં પોતાના નવા લુક સાથે ઘણા ફોટા પણ પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો - Mark Henry : WWE નાં દિગ્ગજ માર્ક હેનરીનો Video વાઇરલ, જે જુએ એ આશ્ચર્ય પામે!
આ પણ વાંચો - ICC Women’s World Cup 2025 : ક્રિકેટપ્રેમીઓ માટે Good News! આ વર્લ્ડ કપ ટિકિટ માટે નહીં ખર્ચ કરવા પડે હજારો રૂપિયા
એશિયા કપમાં હાર્દિકનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ
હાર્દિક પંડ્યા લાંબા સમય પછી મેદાનમાં પાછો ફરશે. તેણે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હવે એશિયા કપ 2025 માં હાર્દિકનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. બોલિંગમાં તેની 4 ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, પરંતુ બેટિંગમાં તેની પાસે ફિનિશરની ભૂમિકા હશે, જે તે અત્યાર સુધી ખૂબ જ સારી રીતે રમતા જોવા મળ્યો છે. હાર્દિક પાસે એશિયા કપમાં કેટલાક ખાસ રેકોર્ડ કરવાની પણ તક હશે, જેમાં તે T20 આંતરરાષ્ટ્રીયમાં 100 છગ્ગા પૂરા કરવાથી માત્ર 5 છગ્ગા દૂર છે અને જો તે આમ કરશે, તો તે આજ સુધી ભારતીય ટીમનો માત્ર ચોથો ખેલાડી બનશે. હાર્દિક પહેલા આ પરાક્રમ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે કરી ચૂક્યા છે.
આ પણ વાંચો - Asia Cup 2025: ભારતીય હોકી ટીમે સુપર-4 માં મલેશિયાને હરાવ્યું