DyCM હર્ષભાઈ સંઘવી અને રાજ્યપાલ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે શ્રીલંકા પહોંચ્યા, કરાયું ભવ્ય સ્વાગત
- DyCM Harshabhai Sanghvi પહોંચ્યા શ્રીલંકા
- હર્ષભાઈ સંઘવી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ભવ્ય સ્વાગત
- એરપોર્ટ પર ભારતીય ડેલિગેશનનું પણ કરાયું ભવ્ય સ્વાગત
DyCM Harshabhai Sanghvi in Sri Lanka:કોલંબોમાં ભારતીય ડેલિગેશનનું ઉષ્માભર્યું અભિવાદન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) એક ઉચ્ચ સ્તરીય ભારતીય ડેલિગેશન (Indian Delegation) સાથે શ્રીલંકા (Sri Lanka) પહોંચ્યા છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન બુદ્ધ (Lord Buddha) ના પવિત્ર અવશેષોને પ્રદર્શન માટે શ્રીલંકા લાવવાનો છે.
DyCM Harshabhai Sanghv નું શ્રીલંકાની સંસદમાં કરાયું વિશેષ સન્માન
આ મુલાકાત દરમિયાન શ્રીલંકાની સંસદ (Parliament of Sri Lanka) માં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને મજબૂત કરવાના ભાગરૂપે આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ભારતીય પ્રતિનિધિમંડળના નેતૃત્વ હેઠળ ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી (Devnimori) અવશેષોને શ્રીલંકાની જનતાના દર્શન માટે લાવવામાં આવ્યા છે.
ગંગારામાયા મંદિરમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન
ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબો (Colombo) ના પ્રસિદ્ધ ગંગારામાયા મંદિરમાં (Gangaramaya Temple) યોજવામાં આવ્યું છે. આ એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન (International Exhibition) છે, જે 11 ફેબ્રુઆરી (11th February) સુધી ચાલશે. બૌદ્ધ ધર્મમાં આ અવશેષોનું અત્યંત મહત્વ છે, અને આ પ્રદર્શનથી બંને દેશોના આધ્યાત્મિક જોડાણને નવું બળ મળશે.
7 ફેબ્રુઆરી સુધી પ્રવાસ ખેડશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીભાઈ 7 ફેબ્રુઆરી (7th February) સુધી શ્રીલંકાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ વિવિધ ધાર્મિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં હાજરી આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ડેલિગેશન આ પવિત્ર અવશેષોની સુરક્ષા અને પ્રદર્શનની વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણ ભારત અને શ્રીલંકાના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવું સોપાન ઉમેરશે.
આ પણ વાંચોઃ Union Budget 2026: જામનગરને મળી મોટી ભેટ! ધોળાવીરા, લોથલનો થશે વિકાસ


