Vadodara: Dycm હર્ષભાઈ સંઘવીનો હુંકાર, ચૂંટણી જીતવા 'કમલમ' ખાતે કાર્યકરોને આપ્યો વિજય મંત્ર
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી Vadodara ની મુલાકાતે
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા કમલમની મુલાકાત લીધી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું
- કમલમ ખાતે પેજ પ્રમુખ સાથે બેઠક કરી
- જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત
- "ગુજરાતના નાગરિકો જીતનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે"
- ભાજપ કાર્યકરોના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ: હર્ષભાઈ
- જીલ્લાના વિકાસને અપાશે અગ્રીમતા: હર્ષભાઈ
- "ઐતિહાસિક જીત અપાવવા જોવા મળ્યો થનગનાટ"
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) વડોદરાની (Vadodara) મુલાકાત લઈને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (Local Body Elections) ધ્યાનમાં રાખીને તેમણે વડોદરા ભાજપના મુખ્ય મથક 'કમલમ' (Kamalam) ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને ખાસ કરીને પેજ પ્રમુખો (Page Pramukh) સાથે સીધો સંવાદ સાધીને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Dycm હર્ષભાઈ સંઘવીએ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેઠક દરમિયાન કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકતા જણાવ્યું હતું કે, "ગુજરાતના નાગરિકો ફરી એકવાર જીતનો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે." તેમણે ઉમેર્યું કે ભાજપના કાર્યકરોના ચહેરા પરનો ઉમંગ અને ઉત્સાહ સૂચવે છે કે જનતાના આશીર્વાદ ફરી પક્ષ સાથે જ છે. જિલ્લાના સર્વાંગી વિકાસને (District Development) અગ્રીમતા આપવાની નેમ સાથે તેમણે દરેક કાર્યકરને છેવાડાના માનવી સુધી પહોંચવા આહવાન કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા વડોદરા જિલ્લા કમલમ ખાતે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આપ્યું માર્ગદર્શન
અહીંયા પેજ પ્રમુખ સાથે કરી બેઠક
જિલ્લાના ધારાસભ્યો તેમજ સંગઠનના હોદેદારો ઉપસ્થિત@sanghaviharsh @BJP4Gujarat #Vadodara #HarshSanghavi #BJP #Kamalam #GujaratPolitics… pic.twitter.com/993fUnkOUr— Gujarat First (@GujaratFirst) April 12, 2026
Vadodara કમલમ ખાતે યોજાઈ હતી બેઠક
વડોદરા કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ (Election Strategy) અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભાજપના માળખાકીય સંચાલન અને પાયાના સ્તરે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ભાજપ ઐતિહાસિક જીત (Historic Victory) મેળવશે. આ મુલાકાતથી વડોદરા જિલ્લા ભાજપ સંગઠનમાં નવો સંચાર જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Rajkot ભાજપમાં 'ટિકિટ' ડ્રામા, નારાજ જ્યોતિન્દ્ર મહેતાને મનાવવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મેદાને


