Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરશે
- ભારત-પાકિસ્તાન સરહદનાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરશે
- નાયબ મુખ્યમંત્રી સાથે 30 IPS અધિકારીની ટીમ રહેશે હાજર
- કચ્છનાં લખપતનાં વિવિધ ગામડાઓની લેશે મુલાકાત
- સ્થાનિક ગ્રામજનો સાથે હર્ષભાઈ સંઘવી કરશે ખાટલા સભા
- આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા સહિતના મુદ્દે કરશે ઊંડાણપૂર્વક સમીક્ષા
Gandhinagar : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (Harshbhai Sanghvi) આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.
ભુજ સર્કિટ હાઉસથી Harshbhai Sanghvi નાં કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવતીકાલે 6 નવેમ્બરના રોજ સવારે ભુજ સર્કિટ હાઉસ (Bhuj Circuit House) પહોંચશે, જ્યાંથી તેમના આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે. આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે.
Dy CM Harsh Sanghavi | સરહદ પર અનોખી યાત્રા! લોકો સાથે, લોકો માટે | Gujarat First
સીમાવર્તી ગામોના લોકોના હાલચાલ પૂછશે નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરશે સૌથી અનોખી યાત્રા
લોકો સાથે, લોકો માટે, નાયબ મુખ્યમંત્રીની અનોખી યાત્રા
નાયબ મુખ્યમંત્રી સાથે 30 IPS… pic.twitter.com/3VwlND7qid— Gujarat First (@GujaratFirst) November 5, 2025
આ પણ વાંચો - Gandhinagar : માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સહિતનાં મુદ્દાઓ પર સમીક્ષા
આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે, જેમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા સહિતનાં વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. સરહદી સુરક્ષાનાં વિષયો જેવા કે એન્ટીનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે BSF અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે. સાથે જ BSF જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે, જેથી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી શકાય.
Dy CM Harsh Sanghavi | નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરશે કચ્છની સૌથી અનોખી યાત્રા | Gujarat First
લોકો સાથે, લોકો માટે, નાયબ મુખ્યમંત્રીની અનોખી યાત્રા
નાયબ મુખ્યમંત્રી સાથે 30 IPS અધિકારીઓ પણ યાત્રામાં જોડાશે
ન સર્કીટ હાઉસ, ન હોટેલ પણ દેશી ભૂંગામાં તેઓ રાત્રિ રોકાણ કરશે… pic.twitter.com/wSsLqDQrmG— Gujarat First (@GujaratFirst) November 5, 2025
આ પણ વાંચો - Gandhinagar : કૃષિ મંત્રીનું નિવેદન : માવઠાથી 42 લાખ હેક્ટર ખેતીને નુકસાન, રાહત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી
કચ્છના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં જ હર્ષભાઈ કરશે રાત્રિરોકાણ
આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) પોતે ગામનાં ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે. એટલું જ નહીં, તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓને પણ સર્કિટ હાઉસ કે હોટેલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો હેતું ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી-કહેણી તેમ જ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે.
આ પણ વાંચો - Banaskantha : ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉજવણી, અંબાજીમાં ખાસ આયોજન


