Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેપારીઓ માટે ઉઘરાણી કરશે પોલીસ: ફસાયેલા નાણા માટે સરકારે SIT ની રચના કરી

નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને સહયોગ અને વેપારને રક્ષણ-સંવર્ધન માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
વેપારીઓ માટે ઉઘરાણી કરશે પોલીસ  ફસાયેલા નાણા માટે સરકારે sit ની રચના કરી
Advertisement
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વેપારીઓ માટે અનોખી પહેલ
  • બહારના રાજ્યમાં ફસાયેલા નાણા પોલીસ દ્વારા પરત અપાવાશે
  • સીરામીક ઉદ્યોગના કુલ 19 કરોડ રૂપિયા પોલીસે પરત અપાવ્યા

ગાંધીનગર : નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને સહયોગ અને વેપારને રક્ષણ-સંવર્ધન માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં એક્સ્ટ્રા ફોર્સ સાથે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે તેવી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે રચાયેલી SITનીરચનાની પહેલ. મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી SIT એ વેપારીઓનો વિશ્વાસ જીત્યો હોવાની પણ હર્ષ સંઘવીએ કરી હતી.

વેપારીઓની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી. આ S.I.T. દ્વારા વર્ષ 2023-24 દરમિયાન મોરબી સીરામીક તથા અન્ય ઉધોગોના વેપારીઓના ફસાયેલા રૂ.19 કરોડથી વધુ નાણા પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Bhavnagar માં 6 લોકોનો જીવ લેનાર ડમ્પર ચાલકની ધરપકડ, બિન કાયદેસર ખનન કરતો હતો

Advertisement

દેશમાં સૌથી ઝડપી વિકસી રહેલું શહેર છે મોરબી

રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, કરોડોનો ઉદ્યોગ અને લાખોની રોજગારી પુરી પાડવાની સાથે દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર શહેર મોરબી છે, જે ગુજરાતનું હ્રદય છે. મોરબીના સૌ નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો સહયોગ આપી વેપાર-ઉદ્યોગને રક્ષણ આપવા સહિત જરૂરી બળ પુરૂ પાડવા ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર છે.

ઉદ્યોગપતિને કોઇ પણ સમસ્યા ન થાય તે જવાબદારી અમારી

મંત્રીએ કહ્યુ કે, વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે એક વર્ષ પહેલા રચાયેલી SITથી વેપારીઓને રક્ષણ તો મળ્યુ જ છે, સાથે સાથે SITની ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ તપાસ માટે પહોંચી ચુકી છે. જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ગભરાટ ઉભો થઇ ગયો છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપીયા પરત આવવા લાગ્યા છે.

આ પણ વાંચો : વિધર્મી શખ્સોએ ભુવા બનીને તરૂણીને તેના માતા-પિતાની સામે જ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા

જેના નાણા ફસાયા છે તે અરજી કરે પોલીસ કાર્યવાહી કરશે

હર્ષ સંઘવીએ વેપારીઓને વિશ્વાસ આપતા કહ્યુ કે, હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ એસ.આઇ.ટી પાસે પેન્ડીંગ છે, તેના નિરાકરણ માટે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી સૌ વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે. સાથે સાથે મંત્રીએ વેપારીઓને સલાહ આપતા કહ્યુ હતું કે, ધંધાની લાલચમાં એવા કોઇ ચીટર વેપારીઓને માલ ન આપવો જેના કારણે ભવિષ્યમાં રૂપિયા ફસાઇ જાય. પોલીસ તંત્ર વેપારીઓના સહયોગમાં જ છે પરંતુ કેટલીક તકેદારી વેપારીઓએ પણ રાખવી જોઇએ.

અરજી મળતા જ ઝડપી કાર્યવાહી કરે છે પોલીસ

એસ.આઈ.ટી.ની રચના બાદ વેપારીઓ-ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણા બાબતે અલગ અલગ રાજ્યના કુલ 408 એકમો વિરુધ્ધ 103 અરજીઓ એસ.આઇ.ટીને મળી હતી. જેને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી અને સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના વિવિધ નાણાકીય વ્યવહારોમાં ફસાયેલા રૂ.19 કરોડથી વધુ નાણા પરત કરાવી SITએ વેપારીઓનો વિશ્વાસ જીત્યો છે.

આ પણ વાંચો : PM મોદીએ બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કૉંગ્રેસના 4 ‘પાપ’ ગણાવ્યા

પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી

વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળી રહે અને વેપારીઓના રૂપિયા પરત મળતા થાય તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને એસ.આઇ.ટીની રચના તા.19મી મે-2024ના રોજ કરી હતી.

આ પણ વાંચો : Gujarat ને કલંકીત કરતી નિર્ભયા કરતા ભયાનક ઘટના, 11 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખીને...

Tags :
Advertisement

.

×