Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી
- Khyati Hospital મુદ્દે ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi નું મોટું નિવેદન
- જે ભાગી ગયા છે તેમને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી છે : Harsh Sanghvi
- ખ્યાતિ હોસ્પિટલના 'કાંડ' બાદ રાજ્ય સરકારે એક્શન મોડમાં
- રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ' મામલે (Khyati Hospital Kand) સરકારની સૂચના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh Sanghvi) મોટું નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કેસમાં કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે. આ કેસમાં દાખલારૂપ પગલાં લેવામાં આવશે. બીજી તરફ સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં વધુ એક હત્યાનો બનાવ, શખ્સનો મૃતદેહ મળતા ચકચાર!
Ahmedabad Khyati Hospital મુદ્દે ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghaviનું મોટું નિવેદન | Gujarat First#KhyatiHospitalCase #HarshSanghavi #MajorStatement #StrictActions #Accountability #HealthAndPoliceInvestigation #Gujaratfirst @sanghaviharsh @irushikeshpatel pic.twitter.com/lApPOWSt7Z
— Gujarat First (@GujaratFirst) November 15, 2024
આ કેસમાં એક દાખલારૂપ પગલાં લેવામાં આવશે : હર્ષ સંઘવી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ કેસમાં આરોગ્ય અને પોલીસ વિભાગ (Ahmedabad Police) સાથે મળીને તપાસ કરી રહ્યા છે. જવાબદારો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ (Harsh Sanghvi) કહ્યું કે, જે ભાગી ગયા છે તેમને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી છે. આ કેસમાં એક દાખલારૂપ પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો - Surat : યુનિ. ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 115 વિદ્યાર્થીઓને લાખોનો દંડ, ફટકારાઈ આ સજા!
રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી
બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ' બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની (Special Public Prosecutor) નિમણૂક કરાઈ છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) દાખલ ફરિયાદ માટે મહેસાણા (Mehsana) જિલ્લા મુખ્ય સરકારી વકીલ વિજય બારોટ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકેની જવાબદારી સંભાળશે. જણાવી દઈએ કે, 'ખ્યાતિ કાંડ' મામલે ઝડપથી કેસ ચલાવવા માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે.
આ પણ વાંચો - Bharuch : હાંસોટ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત! કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ, 3 નાં મોત