Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત Crime Conference માં હર્ષ સંઘવીના કડક નિર્દેશો; પોલીસમાં રિફોર્મ્સ, ડ્રગ્સ વિરોધી જંગ અને નાગરિકમુખી અભિગમ પર ભાર

ગુજરાત Crime Conference માં હર્ષ સંઘવીના કડક નિર્દેશો :  ગુજરાત પોલીસ વિભાગની બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ સમાપ્ત થઈ છે, જેમાં અત્યંત મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમાપન સમારોહમાં કડક નિર્દેશો આપ્યા છે.
ગુજરાત crime conference માં હર્ષ સંઘવીના કડક નિર્દેશો  પોલીસમાં રિફોર્મ્સ  ડ્રગ્સ વિરોધી જંગ અને નાગરિકમુખી અભિગમ પર ભાર
Advertisement
  • હર્ષ સંઘવીના કડક નિર્દેશો : Crime Conference માં ડ્રગ્સ જંગ અને પોલીસ રિફોર્મ્સ પર મોટો ભાર
  • ગુજરાત ક્રાઇમ કોન્ફરન્સમાં CM અને DyCMની હાજરી : ઝીરો ટોલરન્સ અને નાગરિકમુખી પોલીસિંગની ચર્ચા
  • "ખાખી જવાબદારી છે" : હર્ષ સંઘવીએ અધિકારીઓને ઇગો છોડીને શીખવાની સલાહ આપી
  • ડ્રગ્સ વિરોધી અભિયાનને જંગ ગણાવી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીનું વચન આપ્યું
  • ક્રાઇમ કોન્ફરન્સમાં જુનિયર અધિકારીઓના પ્રેઝન્ટેશન : સિનિયર્સને પણ નવીન આઇડિયા મળ્યા

ગુજરાત Crime Conference માં હર્ષ સંઘવીના કડક નિર્દેશો : ગુજરાત પોલીસ વિભાગની બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ સમાપ્ત થઈ છે, જેમાં અત્યંત મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમાપન સમારોહમાં કડક નિર્દેશો આપ્યા છે. આ કોન્ફરન્સમાં નેશનલ સિક્યુરિટી, સાયબર ક્રાઇમ, ડ્રગ્સ વિરોધી અભિયાન અને 2047માં વિકસિત ભારતમાં ગુજરાત પોલીસની ભૂમિકા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં જુનિયર અને સિનિયર અધિકારીઓએ બેસ્ટ પ્રેક્ટિસ અને નવીન આઇડિયા રજૂ કર્યા હતા, જેમાંથી સિનિયર અધિકારીઓને પણ ઘણું શીખવા જેવું મળ્યું છે.

Crime Conference અંગે નાયબ મુખ્યમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન

ક્રાઇમ કોન્ફરન્સ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિસ્તારપૂર્વક વાત કરતાં જણાવ્યું છે કે, આ પ્રેસ કોન્ફ્રન્સ વખતે અત્યંત મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ થઈ છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, બે દિવસીય સેશનમાં ઘણા જુનિયર પોલીસ અધિકારીઓએ પ્રેઝન્ટેશન આપ્યા હતા, જેમાંથી સિનિયર પોલીસ અધિકારીઓને પણ ઘણું શીખવા જેવું મળ્યું છે. તેમણે કહ્યું કે, "હું અઠવાડિયા પછી ચર્ચાયેલા મુદ્દાઓ આગળની વીસીમાં રજૂ કરીશ."

Advertisement

પોલીસ અધિકારીઓને ટકોર સાથે શિખામણ

હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સીધી સલાહ આપતા કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓમાં ડર હોવો જોઈએ, પરંતુ તે ડર એટલો ન હોવો જોઈએ કે નીચેના કર્મચારીઓ સાચું પણ બોલી ન શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અધિકારી તરીકે ઇગો એટલો વધી જાય છે કે નીચેના અધિકારીઓને સાંભળતા જ નથી. "નવી વસ્તુઓ શીખવા માટે ઇગો બાજુ પર મૂકીને આવવું પડશે," તેમણે કહ્યું. બદલી વખતે કોઈ વિશે પૂર્વધારણા બનાવીને ન જવું જોઈએ અને નીચેના અધિકારીઓને કાન ખોલીને નહીં, પરંતુ દિલ ખોલીને સાંભળવા જોઈએ. તેમણે ટીકા કરી કે, કેટલાક અધિકારીઓ જુનિયર સ્ટાફને હેરાન કરવામાં જ લાગેલા રહે છે, જ્યારે દરરોજ કોઈને ઉતારી પાડવા કરતા તેમની સારી સ્કિલ્સનો ઉપયોગ કરવો જોઈએ. DGP વિકાસ સહાયની ટીમ લીડર તરીકેની કામગીરીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, જ્યાં ટીમ વર્ક સારું હોય ત્યાં જ સફળતા મળે છે.

Advertisement

ગરીબ નાગરિકોનો એકમાત્ર આધાર પોલીસ

નાગરિકમુખી અભિગમ પર ભાર મૂકતા હર્ષ સંઘવીએ કહ્યું કે, નાના, સામાન્ય અને ગરીબ નાગરિકોનો એકમાત્ર આધાર પોલીસ છે. આવા લોકોને પોલીસ સરળતાથી મળી શકે તે જરૂરી છે અને ઉચ્ચ અધિકારીઓએ પણ નાગરિકોને મળવાનું વધારવું જોઈએ. તેમણે અઠવાડિયા પછી ચર્ચાયેલા મુદ્દાઓ આગળની વીસીમાં રજૂ કરવાનું વચન આપ્યું છે.

ખાખી જોબ નહીં જવાબદારી છે

ડ્રગ્સ વિરોધી અભિયાન પર તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામે બધાએ ખૂબ સારી લડત લડી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. "આ લડાઈ આંકડા કે મેડલ માટે નથી, પરંતુ કુદરતે આપેલ કામ તરીકે સમજીને લડવાની છે," તેમણે જણાવ્યું. ડ્રગ્સ સામે માનવીય અભિગમ હોઈ શકે નહીં, કડક હાથે જ કામ લેવાનું છે. જો માહિતી મળે અને પગલાં ન લેવાય તો કુદરત પણ માફ નહીં કરે. આ અભિયાન નહીં જંગ છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડનારાઓના પગ ધ્રુજવા જોઈએ અને પોલીસના દંડાનો અવાજ બધાને સંભળાવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું- "ખાખી જોબ નહીં, જવાબદારી છે,"

આ પણ વાંચો- ડ્રગ્સ સામે Gujarat Police નું મહાઅભિયાન, ગણતરીના દિવસમાં 55 આરોપીઓ જેલ ભેગા

Tags :
Advertisement

.

×