જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં Gujarat BJP ની નવી ટીમ : 10 ઉપપ્રમુખો સહિત મહામંત્રીઓની જાહેરાત
- Gujarat BJP : જગદીશ વિશ્વકર્માની નવી ટીમ : 10 ઉપપ્રમુખો સાથે મહામંત્રીઓની જાહેરાત
- ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર : અનિરુદ્ધ દવે-પ્રશાંત કોરાટ સહિત નવા મહામંત્રી
- ભાજપ ગુજરાતની નવી સંગઠન ટીમ જાહેર : ચૂંટણી પહેલાં મજબૂતીનો સંદેશ
- જગદીશ વિશ્વકર્માએ રચી નવી ટીમ : 10 ઉપાધ્યક્ષ અને વિવિધ મોરચાઓના પ્રમુખોની નિમણૂક
- ગુજરાત ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ : મહામંત્રી તરીકે અજય બ્રહ્મભટ્ટ-હિતેન્દ્રસિંહ ચૌહાણ
ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ગુજરાત પ્રદેશ (Gujarat BJP ) સંગઠનમાં મોટા ફેરફાર સાથે નવી ટીમની રચના કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ 27 ડિસેમ્બર 2025ના રોજ આ નવી સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી. આ નિમણૂકોમાં પ્રદેશ ઉપાધ્યક્ષો, મહામંત્રીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષ તથા વિવિધ મોરચાઓના પ્રમુખોનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર: જુઓ કોને મળ્યું કયું સ્થાન?@BJP4Gujarat @CMOGuj #GujaratBJP #BJPTeam #JagdishVishwakarma #GujaratPolitics #BJPIndia #NewAppointments #GujaratNews #PoliticalUpdate #Gandhinagar #BreakingNews pic.twitter.com/bs27atPFTo
— Gujarat First (@GujaratFirst) December 27, 2025
Gujarat BJP માં જગદીશ વિશ્વકર્માએ રચી નવી ટીમ
ખાસ કરીને 10 ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે, જેમાં અનુભવી અને યુવા નેતાઓને સ્થાન આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહામંત્રી પદે અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી મોરચા, ઓબીસી મોરચા અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ નિમણૂકો જાહેર કરાઈ છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ
ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની થઈ નિમણૂક
મુખ્ય પ્રવક્તા, યુવા, મહિલા, કિસાન મોરચા પ્રમુખની નિમણબક
SC-ST, અને લઘુમતિ મોરચાના પ્રમુખની નિમણૂક કરાઈ
અનિરુદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંત કોરાટની મહામંત્રી તરીકે નિમણૂક
અજયભાઈ બ્રહ્મભટ્ટ,… pic.twitter.com/mRgmI6gGeg— Gujarat First (@GujaratFirst) December 27, 2025
પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નવી ટીમ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. જ્ઞાતિ, પ્રદેશ અને વયનું પ્રતિનિધિત્વ જાળવીને સંતુલિત ટીમ બનાવવામાં આવી છે, જેથી ગુજરાતમાં ભાજપની સંગઠનાત્મક ગતિ વધુ તેજ બને.
નવા પદાધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળવાના સૂચના આપવામાં આવ્યા છે. આ ફેરફારથી પાર્ટીમાં નવો ઉત્સાહ આવશે અને આગામી રાજકીય પડકારોનો સામનો કરવા માટે સંગઠન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો- Surendranagar માં કરોડોનું જમીન કૌભાંડ , કલેક્ટર સહિત 4 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી, જુઓ વીડિયો


