ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Haryana Assembly Elections: બ્રિજ ભૂષણે કહ્યું - 'કોંગ્રેસે દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી..!

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાયા ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કોંગ્રેસે દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી:બ્રિજ ભૂષણ Haryana Assembly Elections: ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે (Brij Bhushan Sharan Singh) કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat)...
10:15 AM Sep 07, 2024 IST | Hiren Dave
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાયા ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કોંગ્રેસે દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી:બ્રિજ ભૂષણ Haryana Assembly Elections: ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે (Brij Bhushan Sharan Singh) કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat)...

Haryana Assembly Elections: ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે (Brij Bhushan Sharan Singh) કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયા(Bajrang Punia)ના કોંગ્રેસ(congress)માં જોડાવા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજનીતિ ખાતર દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમના પર લાગેલા આરોપો પર બ્રિજ ભૂષણે કહ્યું કે તે દિવસે દિલ્હીમાં નહોતો.

 

બ્રિજ ભૂષણે કહ્યું, 'તે ખેલાડીઓનું આંદોલન નહોતું પરંતુ કોંગ્રેસનું આંદોલન હતું. હવે સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસે અમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું. હું હરિયાણાના લોકોને કહેવા માંગુ છું કે બજરંગ કે વિનેશે છોકરીઓના સન્માન માટે આંદોલન નથી કર્યું, પરંતુ તેઓએ મહિલાઓનો ઉપયોગ રાજકારણ માટે કર્યો અને મહિલાઓનું અપમાન કર્યું. તેઓ દીકરીઓના સન્માન માટે નહીં પરંતુ રાજકારણ માટે આંદોલન કરી રહ્યા હતા.

આ પણ  વાંચો -Madhya Pradesh : જબલપુરમાં ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસનાં બે કોચ પાટા પરથી ઉતર્યાં

હરિયાણા રમતના ક્ષેત્રમાં ભારતનો તાજ છે:  બ્રિજભૂષણ

બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, હરિયાણા રમતના ક્ષેત્રમાં ભારતનો તાજ છે. અને જે રીતે તેઓએ લગભગ 2.5 વર્ષ સુધી કુસ્તીની પ્રવૃત્તિઓ બંધ કરી. શું એ સાચું નથી કે બજરંગ ટ્રાયલ વિના એશિયન ગેમ્સમાં ગયો? ​​હું એવા લોકોની વિરુદ્ધ છું.  હું વિનેશ ફોગટને પૂછવા માંગુ છું, શું કોઈ ખેલાડી એક દિવસમાં 2 વજનની શ્રેણીમાં ટ્રાયલ આપી શકે છે? તમે કુસ્તી જીતીને નહીં પરંતુ જુનિયરના અધિકારોનું ઉલ્લંઘન કરીને છેતરપિંડી કરીને ત્યાં ગયા છો? ભગવાને તમને આ માટે સજા કરી છે.

આ પણ  વાંચો -Madhya Pradesh : જબલપુરમાં ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસનાં બે કોચ પાટા પરથી ઉતર્યાં

દીકરીઓના અપમાન માટે હું દોષિત નથી: બ્રિજભૂષણ

તેમણે કહ્યું કે, "દીકરીઓના અપમાન માટે હું દોષિત નથી. દીકરીઓના અપમાન માટે જો કોઈ દોષિત હોય તો તે બજરંગ અને વિનેશ છે. અને તેની સ્ક્રિપ્ટ લખનાર ભૂપેન્દ્ર હુડ્ડા તેના માટે જવાબદાર છે. જો તેઓ (ભાજપ) મને હરિયાણાની ચૂંટણી(Haryana Assembly Elections)માં પ્રચાર કરવા જવા કહે છે તો હું તૈયાર છું. એક દિવસ કોંગ્રેસને પસ્તાવો થશે.

 

કોંગ્રેસે પ્યાદા ગોઠવ્યા હતા : સિંહ

આ પહેલા શુક્રવારે પણ બ્રિજભૂષણ સિંહે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણાના લોકો કહેતા હતા કે જો તમે અહીંથી ચૂંટણી લડશો તો અમે તમને જીતાડશું, પરંતુ તે સમયે મેં તેમને ના પાડી દીધી હતી. બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે કુસ્તીબાજોને ન્યાય અપાવવાના નામે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમના વિરોધમાં જોડાયા હતા. એક પછી એક અનેક કુસ્તીબાજોને તેમના પ્યાદા બનાવવામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે કુસ્તીબાજો સાથે મળીને આ દેશમાં કુસ્તીનો નાશ કર્યો છે.

Tags :
Bajrang PuniaBJPBrij bhushan Sharan SinghCongressHaryana Assembly Elections2024Vinesh Phogat
Next Article