ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Haryana : 'કોંગ્રેસ પાર્ટી કોઈની જાગીર બની ગઈ છે...', MLA કિરણ ચૌધરીએ આપ્યું રાજીનામું...

હરિયાણા (Haryana) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કિરણ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કિરણ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડવા જઈ રહી છે. કિરણ લોકસભા ચૂંટણીમાં ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા સીટ પરથી તેમની પુત્રી અને કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી માટે ટિકિટ...
09:29 PM Jun 18, 2024 IST | Dhruv Parmar
હરિયાણા (Haryana) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કિરણ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કિરણ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડવા જઈ રહી છે. કિરણ લોકસભા ચૂંટણીમાં ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા સીટ પરથી તેમની પુત્રી અને કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી માટે ટિકિટ...

હરિયાણા (Haryana) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કિરણ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કિરણ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડવા જઈ રહી છે. કિરણ લોકસભા ચૂંટણીમાં ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા સીટ પરથી તેમની પુત્રી અને કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી માટે ટિકિટ માંગી રહી હતી, જે તેમને મળી નહતી. શ્રુતિ ચૌધરી 2019 ની ચૂંટણીમાં ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠક પરથી ખરાબ રીતે હારી ગઈ હતી. આ વખતે પણ આ સીટ પરથી કોંગ્રેસની ખરાબ રીતે હાર થઇ છે જેના કારણે કિરણ ચૌધરી પણ જવાબદાર છે.

કિરણ અને શ્રુતિ ચૌધરી ભાજપમાં જોડાશે...

કિરણ ચૌધરીની સાથે તેમની પુત્રી શ્રુતિ ચૌધરી પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. બુધવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી આશંકા છે. કિરણ ચૌધરી હરિયાણા (Haryana)ની તોશામ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે.

કિરણ ચૌધરીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા...

પોતાના રાજીનામાના પત્રમાં કિરણ ચૌધરીએ આરોપો લગાવ્યા છે કે પાર્ટીને પ્રાઈવેટ એસ્ટેટની જેમ ચલાવવામાં આવી રહી છે, જેમાં તેમના જેવા પ્રામાણિક અવાજ માટે કોઈ સ્થાન નથી. તેમણે પાર્ટી નેતૃત્વ પર "આયોજિત અને વ્યવસ્થિત રીતે" તેમની વિરુદ્ધ ગળું દબાવવા, અપમાનિત કરવા અને કાવતરું કરવાનો આરોપ પણ લગાવ્યો. આ સિવાય શ્રુતિ ચૌધરીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે હરિયાણા (Haryana) કોંગ્રેસ પર એક-પુરુષ કેન્દ્રિત હોવાનો આરોપ મૂક્યો હતો, જેનાથી પક્ષના હિત સાથે સમાધાન કર્યું હતું.

કિરણ ચૌધરી પ્રશ્નોથી ઘેરાઈ ગઈ હતી...

કોંગ્રેસે મહેન્દ્રગઢ લોકસભાથી ધારાસભ્ય રાવ દાન સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ પછી રાવ દાન સિંહે ચૌધરી પર તેમનું નામ લીધા વિના દેશદ્રોહનો આરોપ લગાવ્યો. કિરણે આનો વિરોધ કર્યો અને કહ્યું કે જો ટિકિટની વહેંચણી યોગ્ય રીતે થઈ હોત તો કોંગ્રેસ અહીંથી ચૂંટણી જીતી શકી હોત.

આ પણ વાંચો : Railway Accident : કોની સરકારમાં કેટલા ટ્રેન અકસ્માતો થયા? જુઓ 2001 થી લઈને 2024 સુધીનો ડેટા…

આ પણ વાંચો : Jharkhand માં 4 IPS અધિકારીઓની બદલી, અજીત પીટરને દેવઘરના SP બનાવાયા…

આ પણ વાંચો : West Bengal : મમતા બેનર્જી BJP સાંસદ અનંત મહારાજને મળ્યા, 35 મિનિટ સુધી ચાલી મુલાકાત…

Tags :
former Haryana MPGujarati Newsharyana congressIndiaKiran ChaudharyKiran Chaudhary BJPKiran Chaudhary daughter Shruti ChaudharyKiran Chaudhary may join BJPNational
Next Article