ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Harayna માં મોટી દુર્ઘટના, ભક્તો ભરેલી બસમાં લાગી અચાનક આગ, 61 લોકો હતા સવાર

Haryana ના ફતેહાબાદમાં આગની ઘટના 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આલ્ગી આગ ડ્રાઈવરની બુદ્ધિમત્તાના કારણે લોકોને સુરક્ષિત બચાવાયા હરિયાણા (Harayna)ના ફતેહાબાદમાં રવિવારે વહેલી સવારે એક વિશાળ આગની ઘટના બની હતી. 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાંથી...
12:34 PM Dec 01, 2024 IST | Dhruv Parmar
Haryana ના ફતેહાબાદમાં આગની ઘટના 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આલ્ગી આગ ડ્રાઈવરની બુદ્ધિમત્તાના કારણે લોકોને સુરક્ષિત બચાવાયા હરિયાણા (Harayna)ના ફતેહાબાદમાં રવિવારે વહેલી સવારે એક વિશાળ આગની ઘટના બની હતી. 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાંથી...
  1. Haryana ના ફતેહાબાદમાં આગની ઘટના
  2. 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આલ્ગી આગ
  3. ડ્રાઈવરની બુદ્ધિમત્તાના કારણે લોકોને સુરક્ષિત બચાવાયા

હરિયાણા (Harayna)ના ફતેહાબાદમાં રવિવારે વહેલી સવારે એક વિશાળ આગની ઘટના બની હતી. 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાંથી ધુમાડો નીકળતો જોઈ મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે, ડ્રાઇવરે ધુમાડો નીકળતો જોયો કે તરત જ તેણે બસને રસ્તાની બાજુએ રોકી દીધી અને મુસાફરોને નીચે ઉતાર્યા. આ પછી આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને થોડી જ વારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી. જોરદાર જ્વાળાઓ જોઈ મુસાફરોમાં ગભરાટનો માહોલ છે, કારણ કે જો મોડું થયું હોત તો તમામ જીવતા સળગી ગયા હોત, પરંતુ ડ્રાઈવરની બુદ્ધિમત્તાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. બધાએ પોતાનો જીવ બચાવવા માટે ડ્રાઈવરનો આભાર માન્યો. પોલીસે સ્થળ પર આવીને સ્થિતિને કાબુમાં લીધી હતી.

હાઈવે પર હોટલની બહાર અકસ્માત થયો હતો...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસમાં હિસારના આઝાદ નગરના રહેવાસીઓ બેઠા હતા, જેઓ સિરસાના સિકંદરપુર સ્થિત રાધા સ્વામી ડેરા જઈ રહ્યા હતા. રવિવારે ત્યાં સત્સંગ કાર્યક્રમ હતો, પરંતુ હરિયાણા (Harayna)ના ફતેહાબાદના ગામ બરોપાલ અને ગામ ધાંગડ વચ્ચે હાઈવે પર બનેલી હોટેલ કમલ કીકુ પાસે અકસ્માત થયો હતો. બસના પાછળના વ્હીલમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો નીકળતાં રાહદારીઓએ ડ્રાઇવરને જાણ કરી હતી. ખબર પડતાં જ તેણે બસ રસ્તાના કિનારે મૂકી દીધી. એક પછી એક તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ બચાવમાં તમામ મુસાફરોએ એકબીજાની મદદ કરી હતી. ઉતાવળમાં મુસાફરોનો સામાન અંદર જ રહી ગયો હતો. આ પછી બસમાં આગ લાગી અને સળગવા લાગી. બસને ભારે જ્વાળાઓથી ઘેરાયેલી જોઈ મુસાફરો ડરી ગયા હતા.

આ પણ વાંચો : UP : Aligarh માં ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ રાખ બની બસ...

મુસાફરોએ જણાવ્યું કે, ડ્રાઇવરે ફાયર બ્રિગેડને ફોન કરીને આગ વિશે જાણ કરી. આગ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં મોડું થયું હતું. ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યાં સુધીમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના વિલંબ અંગે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસે તેમને સમજાવીને શાંત પાડ્યા હતા. સ્થાનિક ટ્રાવેલિંગ એજન્સીની બસ પણ કહેવાય છે, જેમાં મુસાફરોને બેસાડીને સિરસા મોકલવામાં આવ્યા હતા. લોકોએ જણાવ્યું કે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ રાધા સ્વામી ડેરા સિકંદરપુર, સિરસા ખાતે વાર્ષિક સત્સંગ અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો : Telangana માં પોલીસને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 માઓવાદી માર્યા ગયા

Tags :
bus fireDera Pilgrims Bus FireFatehabad NewsGuajrati NewsIndiaNationalPilgrims Bus FirePrivate Bus FireRadha Soami Sikandarpur Dera
Next Article