ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હરિયાણાનાં CM 4 કલાક સુધી પોતાના જ ઘરમાં રહ્યાં બંધ, જાણો શું છે સમગ્ર ઘટના

હરિયાણામાં આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે. હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં જન સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક...
01:33 PM May 27, 2023 IST | Hiren Dave
હરિયાણામાં આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે. હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં જન સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક...

હરિયાણામાં આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે.

હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં જન સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક સંવાદ કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો થયો હતો. સિહમા ગામને ઉપ તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આ બધો હંગામો થયો હતો. આ વાતની જાણ ડોગડા આહીર ગામના લોકોને થતાં જ તેઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર આવી ગયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ મુખ્યમંત્રીના ઘેરાવની જાહેરાત કરી હતી. ગામના લોકોએ કહ્યું કે તેમનું ગામ ડોગડા આહીર સિંહ કરતાં મોટું છે, તેથી તેને પણ ઉપ તાલુકાનો દરજ્જો આપવો જોઇએ. સીએમ ખટ્ટર ડોગડા આહીર ગામમાં જ રોકાયા હતા. ગ્રામજનોએ રાત્રે જ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સીએમ જ્યાં રોકાયા હતા ત્યાં આખું ગામ એકત્ર થઈ ગયું. આ સ્થિતિમાં સીએમ ખટ્ટરને લગભગ 4 કલાક સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા.

જ્યારે તે વિસ્તારના ધારાસભ્યો ગ્રામજનોને સમજાવવા આવ્યા તો તેઓએ પણ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભ્યો નિરાશ થઈને પરત ફર્યા હતા. વિરોધ જોઈને મુખ્યમંત્રી મનોહર લાલાએ ડોગડા આહીરના લોકોને વાતચીત માટે બોલાવ્યા. જેમાં તેમણે ઉપ-તાલુકા માટેના ગામોના ફિઝિબિલિટી રિપોર્ટ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ એટલી વિધાનસભામાં જનસંવાદનો કાર્યક્રમ હશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે.

મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન
સીએમના આશ્વાસન બાદ ગ્રામજનોએ આંદોલન પાછું ખેંચ્યું હતું. આ બેઠકઅટેલીના ધારાસભ્ય સીતારામ યાદવ પણ હાજર હતા. આ પછી મુખ્યમંત્રી જન સંવાદ કાર્યક્રમ માટે નાંગલ સિરોહી જવા રવાના થયા હતા.

સિરસામાં પણ વિવાદ થયો હતો

આ પહેલા સિરસામાં સીએમ ખટ્ટરના જન સંવાદ કાર્યક્રમના ત્રીજા દિવસે પણ વિવાદ થયો હતો. બાની ગામની મહિલા સરપંચે પોતાના ગળામાંથી દુપટ્ટો ઉતારીને મુખ્યમંત્રીના પગમાં ફેંકી દીધો હતો. આ જોઈને ત્યાં ઉભેલા પોલીસ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે આ દરમિયાન સીએમ મનોહર લાલ આ અંગે ખુલાસો કરતા જોવા મળ્યા હતા

આપણ  વાંચો-પહેલવાનોના સમર્થનમાં યોગ ગુરૂ, કહ્યું, કુશ્તી સંઘનો મુખિયા બેન-દીકરોઓ અંગે વાહિયાત વાતો કરે છે

Tags :
4 hoursArrestchandigarhcm ManoharHaryanahouselal khattarmahendergarPunjab
Next Article