Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ponzi Scheme: ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે છટકી નહીં શકે

ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર થવાની હતી સુનાવણી 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે પકડાયેલા 6 આરોપીઓએ જામીન માટે કરી...
ponzi scheme  ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે છટકી નહીં શકે
Advertisement
  • ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ
  • ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ
  • પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર થવાની હતી સુનાવણી
  • 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
  • પકડાયેલા 6 આરોપીઓએ જામીન માટે કરી અરજી
  • રાજ્ય સરકારે આરોપીઓના જામીન આપવા અંગે કર્યો વિરોધ

Ponzi Scheme BZ Group : લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ Group Ponzi Schemeના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મોકૂફ રખાઇ છે. હવે 9 ડિસેમ્બરે સુનાવણી યોજાશે. વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ફરાર

6 હજાર કરોડના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ફરાર છે અને સીઆઇડી ક્રાઇમ તેને શોધી રહી છે. BZ Group ના મુખ્ય કૌભાંડી અને ભાગેડૂ Bhupendrasingh Zalaએ ધરપકડથી બચવા માટે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી

Advertisement

આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ

પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી યોજાવાની હતી પણ આજે સુનાવણી મોકૂફ રહી છે અને આગામી 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજીમાં પોતે કોઇ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો---BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કરતૂત...પોતાના એજન્ટોને કરાવતો વિદેશમાં જલસા

સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાયેલા 6 આરોપીઓએ જામીન માટે અરજી કરી

બીજી તરફ સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાયેલા 6 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. રાજ્ય સરકારે આરોપીઓને જામીન આપવા અંગે વિરોધ કર્યો હતો. આરોપીઓ વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે જેલમુક્ત થવા અરજી કરી છે. જેલ મુક્ત થવા અરજી કરેલા તમામ આરોપીઓ બીઝેડ ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કામ કરતા હતા.

રોકાણકારોને આ રીતે લલચાવ્યા હતા

ઉલ્લેખનિય છે કે આ પોન્ઝી સ્કીમમાં રોકાણકારો પાંચ લાખનું રોકાણ કરે તો 32 ઇંચ નું ટીવી અથવા મોબાઈલ અને દસ લાખનું રોકાણ કરે તો માલદીવ બાલી અથવા ગોવાનો પ્રવાસ અથવા વિદેશ પ્રવાસની લાલચ આપી હતી . આ ઉપરાંત રોકાણ કર્યા બાદ મોંઘી ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓએ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો----BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના રૂપિયાથી ખરીદી કરોડોની પ્રોપર્ટી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×