Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હીટ સ્ટ્રોકે મચાવ્યો કહેર, આકાશમાંથી વરસી આગ, 50 થી વધુ લોકોના થયા મોત

ગુજરાત અને રાજસ્થાનમાં જ્યા બિપરજોયના કારણે વરસાદી માહોલ છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઉત્તર ભારત આ દિવસોમાં આકરી ગરમીની ઝપેટમાં છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા ત્રણ...
હીટ સ્ટ્રોકે મચાવ્યો કહેર  આકાશમાંથી વરસી આગ  50 થી વધુ લોકોના થયા મોત
Advertisement

ગુજરાત અને રાજસ્થાનમાં જ્યા બિપરજોયના કારણે વરસાદી માહોલ છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઉત્તર ભારત આ દિવસોમાં આકરી ગરમીની ઝપેટમાં છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં આકરી ગરમીના કારણે લગભગ 50 થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

ઉત્તર ભારતમાં તીવ્ર ગરમીએ મચાવ્યો કહેર

Advertisement

ઉત્તર પ્રદેશના બલિયામાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ થયેલા ઓછામાં ઓછા 54 લોકોના 15, 16 અને 17 જૂનની વચ્ચે મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ મૃત્યુનું કારણ તીવ્ર ગરમી છે. એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 400 લોકોને તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ સાથે બલિયાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) ડૉ. જયંત કુમારે જણાવ્યું હતું કે જિલ્લો તીવ્ર ગરમીથી ઝઝૂમી રહ્યો છે અને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં 23 જેટલા લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ યથાવત છે. બલિયામાં, જિલ્લા હોસ્પિટલમાં ગરમીના કારણે મૃત્યુનો સિલસિલો ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 23 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધુ છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. શનિવારે, જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક, ડૉ. દિવાકર સિંહને હટાવવામાં આવ્યા છે. વળી, યુપીની રાજધાની લખનૌથી એક ટીમ બલિયા માટે રવાના થઈ ગઈ છે. અહીં, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હીટ સ્ટ્રોકના કારણે ટ્રાફિક સબ-ઇન્સ્પેક્ટર વિનોદ સોનકરનું મૃત્યુ થયું હતું. જિલ્લા હોસ્પિટલના સીએમએસ સીબીએન ત્રિપાઠીએ જણાવ્યું કે તેઓ ફરજ પર હતા ત્યારે અચાનક બેહોશ થઈ ગયા હતા. સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના મૃત્યુનું કારણ હીટ સ્ટ્રોક છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

હવામાન વિભાગે આકરી ગરમી અને હીટ સ્ટ્રોકથી બચવા માટે ચેતવણી જારી કરી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકના પ્રકોપથી બચવા માટે એડીએમ દેવેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલોમાં ઓઆરએસ સોલ્યુશન, આવશ્યક દવાઓ, દર્દીઓની યોગ્ય સારવાર અને કૂલ રૂમની વ્યવસ્થા કરવી જરૂરી છે.

પટનામાં 24 જૂન સુધી શાળા બંધ

પટનામાં 24 જૂન સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે 18 અને 19 જૂનના રોજ રાજ્યમાં ભારે ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટથી પ્રભાવિત જિલ્લાઓમાં ઔરંગાબાદ, રોહતાસ, ભોજપુર, બક્સર, કૈમુર અને અરવાલ છે. પટના, બેગુસરાઈ, ખગરિયા, નાલંદા, બાંકા, શેખપુરા, જમુઈ અને લખીસરાઈમાં નારંગી ચેતવણી આપવામાં આવી છે, જ્યારે પૂર્વ ચંપારણ, ગયા, ભાગલપુર, જહાનાબાદ અને પૂર્વ ચંપારણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - હવે રાજસ્થાનને ઘમરોળશે બિપરજોય વાવાઝોડું!, જાણો ગુજરાતને કેટલું થયું નુકસાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×