Valsad : કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરુ કરાયો
- વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાની
- તંત્રની 16 ટીમો દ્વારા 80 ટકા સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી
- કમોસમી વરસાદને લઈને કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી
- કેરીમાં અંદાજિત 7000થી વધુ હેક્ટરમાં નુકસાન સામે આવ્યું
છેલ્લા ચાર દિવસથી વલસાડમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. તંત્રની 16 ટીમો દ્વારા 80 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદને લઈ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. કેરીમાં અંદાજિત 7000 થી વધુ હેક્ટરમાં નુકસાન સામે આવ્યું છે. શેરડી, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં પણ ભારે નુકસાન થયું છે. 15 થી 20 હેક્ટરમાં નુકસાન થયું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગે રિપોર્ટ સરકારમાં મોકલાશે. રિપોર્ટને આધારે ખેડૂતોને વળતર માટેના પ્રયાસો હાથ ધરાશે.
16 ટીમોની રચના કરવામાં આવી : એ.કે. ગરાસિયા (ખેતીવાડી અધિકારી વલસાડ)
વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે. ગરાસિયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને વરસાદ તેમજ વાવાઝોડના કારણે પાકને જે નુકસાન થયું. એમાં વહીવટી તંત્ર દ્વારા જે સૂચના મળી તે મુજબ 16 ટીમોની રચના કરવામાં આવી છે. દરેક તાલુકમાં 80 થી 90 ટકા સર્વે પૂર્ણ કરી દીધો છે. ખાસ કરીને આંબાવાડીયા કેર અને શાકભાજીના પાકોમાં નુકસાન થયું છે. બાકીના જે પાકો છે શેરડી અને ડાંગરમાં નહિવત નુકસાન થવા પામ્યું છે. આંબાવાડીમાં 38 હજાર હેક્ટર છે. જેમાં 33 ટકા કરતા વધારે નુકસાન છે. ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ જ એ પ્રમાણે આપણે નુકસાન બતાવીશું.
આ પણ વાંચોઃ Unseasonal rain : હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, ગુજરાતમાં યલો એલર્ટ
ટીમો દ્વારા સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છેઃ એ.એન.પટેલ(ના. નિ. બાગાયત વિભાગ)
નાયબ નિયામક બાગાયત વિભાગના એન.એન.પટેલે જણાવ્યું હતું કે, જે પ્રમાણે વરસાદની આગાહી હતી. તે પ્રમાણે વરસાદ પડ્યો છે. સરકારની સહાય સૂચના મુજબ 8 એમએમથી વધુ વરસાદ થયેલ હોવાથી વલસાડમાં આંબાનો પાક ઉભો છે. વાવાઝોડાના કારણે કેટલીક કેરીઓ પડી ગઈ હતી. જેતી ખેડૂતોની ઘણી રજૂઆત હતી. આ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી રિપોર્ટ કરવા જણાવતા જિલ્લામાં લગભગ 16 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ સાંજ સુધીમાં રિપોર્ટ મળી જશે.