Surat માં માવઠા કારણે ડાંગરના પાકને નુકસાન, માંડ ડાંગર સુકાયું ફરી વરસાદ આવ્યો, જુઓ વીડિયો
- સુરતમાં માવઠાના કારણે ખેડૂતોને નુકસાન
- વરસાદમાં ખેડૂતો ડાંગર સચવાતા નજરે પડ્યા
- માવઠાના કારણે ખેડૂતોના પાકને થયું નુકસાન
માવઠાએ સુરત જિલ્લાના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. પવન અને વરસાદમાં જગતનો તાત ડાંગર સાચવતો નજરે ચડ્યો હતો. એક તરફ ડાંગર ચોરી થવાનો ડર તો બીજી તરફ ખેડૂતોને માવઠાનો ડર છે. કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર કીમ નજીક ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગર રોડ પર સૂકવ્યું છે. અગાઉ થયેલ માવઠાથી માંડ માંડ ડાંગર સુકાયુ ત્યાં ફરી વરસાદ આવ્યો હતો. માવઠાએ ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવી લીધો છે. ખેડૂતો દ્વારા સરકાર મદદ કર તેવી માંગ કરવામાં આવી છે.
વરસાદના કારણે ડાંગરનો પાક બગડી ગયો
ખેડૂત વિપુલભાઈએ જણાવ્યું હતું કે, અમે ડાંગરે વરસતા વરસાદમાં સાચવીએ છીએ. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છીએ. ખેતરમાં ડાંગનો પાક વરસાદના કારણે બગડી જવા પામ્યો છે. વરસાદના કારણે 50 વીઘાનો પાક બગડી જવા પામ્યો છે.
આ પણ વાંચોઃ Surat માં કરોડોના હીરાની છેતરપિંડીના કેસમાં ફરાર દલાલ ઝડપાયો
ડાંગરના પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાન
અન્ય એક ખેડૂતે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 25 વર્ષથી ડાંગર બનાવીએ છીએ. પરંતું છેલ્લા ત્રણ વર્ષથી અમને ડાંગરમાં નુકસાન થઈ રહ્યું છે. કશું જ મળતું નથી. વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે. હાલ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમે 50 વીધામાં ડાંગર બનાવ્યું હતું. ઉભા પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Rain : વરસાદને લઇ હવામાન વિભાગે કરી આગાહી, ત્રણ સિસ્ટમ ગુજરાતમાં લાવશે ભારે વરસાદ