ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
09:34 PM Jun 25, 2025 IST | Vishal Khamar
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ahmedabad rain gujarat first

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી રખિયાલ, મણિનગર, ઘોડાસર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાતા વાહન ચાલકોને ફસાઈ જવા પામ્યા હતા.

પૂર્વ અમદાવાદમાં ધોધમા વરસાદને પગલે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ન્યુ મણિનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખોખરામાં વરસાદ બાદ અનેક સ્થળે પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અમદાવાદના વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વટવા વિસ્તારમાં જોરદાર વરસાદથી પાણી ભરાયા હતા. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ઠક્કર નગર, નિકોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમરાઈવાડી અને ગોમતીપુરમાં જોરદાર વરસાદ પડ્યો હતો.

અમદાવાદના ગીતા મંદિરથી કાંકરિયા તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. સોસાયટી અને ચાલીઓમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશન થયા હતા. મજૂર ગામ તરફ જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા.

અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શ્યામજી કૃષ્ણ આવાસ વિસ્તારમાં પાણી ભરાયા હતા. થોડા જ વરસાદમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા.

આ પણ વાંચોઃ Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથની ઉતારી આરતી

અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રુક્ષ્મણીબેન સરકારી હોસ્પિટલ નજીક પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. વરસાદી પાણીમાં રસ્તો ગરકાવ થઈ જવા પામ્યો હતો. આસપાસના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.

Tags :
Ahmedabad rainEast region rainGujarat FirstGUJARAT FIRST NEWSgujarat rainrain Ahmedabad
Next Article