ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, પારનેરા ડુંગર પર લોકો ફસાયા

Valsad માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : પારનેરા ડુંગર પર હજારો ફસાયા, ગરબા રદ
11:37 PM Sep 27, 2025 IST | Mujahid Tunvar
Valsad માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : પારનેરા ડુંગર પર હજારો ફસાયા, ગરબા રદ

Valsad: વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદે વરસ્યો છે. વલસાડના સુપ્રસિદ્ધ પારનેરા ડુંગર પર દર્શન માટે ગયેલા લોકો ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ફસાઈ ગયા છે.  સ્થાનિક વહીવટી તંત્ર અને રેસ્ક્યૂ ટીમો એલર્ટ મોડ પર આવી ગઈ છે.

Valsad પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, અને તાપી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન પારનેરા ડુંગર ખાતે આવેલા માતાજીના મંદિરમાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભારે વરસાદ અને ગાજવીજને કારણે લોકો ડુંગર પર જ ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘણા લોકો ખુલ્લામાં હોવાથી ભીંજાયા,અને કેટલાકે મંદિર પરિસરમાં આશરો લીધો છે.

ગરબાના રંગમાં પડ્યો ભંગ

નવરાત્રિના ઉત્સવ દરમિયાન વલસાડના ગરબા મેદાનોમાં પાણી ભરાયા અને ઘણા આયોજનો રદ કરવાની ફરજ પડી છે. મોંઘા પાસ ખરીદનારા ખેલૈયાઓ અને આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લા વહીવટે પારનેરા ડુંગર પર ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની એક ટીમ તૈનાત કરી છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી ચાલુ છે, પરંતુ ભારે વરસાદ અને લપસણા રસ્તાઓએ રેસ્ક્યૂમાં મુશ્કેલી ઉભી કરી છે.

આ પણ વાંચો- Dang : દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, ડાંગ પંથકમાં વરસાદ

Tags :
#ParneraHill#ValsadRainGujaratWeatherheavy rainNavratri2025
Next Article