Rain in Gujarat : ભાવનગરનાં આ ગામોમાં માનવસર્જિત 'પૂર'! ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો, જુઓ અદ્ભુત નજારો
Rain in Gujarat: ગુજરાતમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. આજે ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈને ઘણા બધા તાલુકાઓ હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ ગતરોજ પડેલા વરસાદને કારણે પણ ઘણા બધા તાલુકાઓમાં પાણી હજુ પણ ઉતર્યા નથી. જ્યારે કેટલાક ગામ સંપર્ક વિહોણા થયા છે.
અમદાવાદમાં મોડી રાતે વીજળીનાં કડાકા-ભડાકા સાથે અવિરત વરસાદ
અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાદળોના ભારે ગડગડાટ સાથે ત્રાટકેલા વરસાદે સૌ કોઇને મધરાતની નિંદરમાંથી ઉઠાડી દીધા હતા. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું. જો કે ત્યારબાદ વરસાદ ધીમો થયો હતો.
અમદાવાદમાં અત્યાર સુધી સીઝનનો કુલ 10.48 ઈંચ જેટલો વરસાદ : DyMC
June 19, 2025 8:30 pm
અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાતે ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ અંગે હવે DyMC મિરાંત પરીખનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં અત્યાર સુધી સીઝનનો કુલ 10.48 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. મુશળધાર વરસાદને પગલે શહેરમાં 105 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. તમામ જગ્યા પર 2 કલાકથી વધુ પાણી ભરેલા રહ્યા. વરસાદને લઈ શહેરમાં 5 અંડરપાસ બંધ કરાયા હતા. મીઠાખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો. ઉપરાંત, મકરબાનાં 2 અને ડી કેબિન અંડરપાસ પણ બંધ કરાયો હતો. ડીવાયએમસીએ વધુમાં જણાવ્યું કે, અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટથી વધુ પાણી ભરાયા હતા. 3 જગ્યાઓ પર હાલ બ્રેક ડાઉન થયા છે.
સાપુતારા ડાંગમાં ધોધમાર વરસાદ
June 19, 2025 7:24 pm
ડાંગ જિલ્લામાં સાપુતારામાં પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળ્યું છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો છે. વરસાદના કારણે ગીરા ધોધનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો છે. વરસાદી પાણીની આવક થતાં ગીરા ધોધનો રમણીય નજારો જોવા મળ્યો છે. જો કે, તંત્ર દ્વારા સુરક્ષાનાં ભાગરૂપે પ્રવાસીઓને ગીરા ધોધન હાલ ન જવા સૂચના અપાઈ છે.
સાપુતારા ડાંગમાં ધોધમાર વરસાદ
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો ગીરા ધોધ
વરસાદના કારણે ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો
પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રની સૂચના#Gujarat #Saputara #Dang #Rain #Update #Gujaratfirst pic.twitter.com/bsjpyJZJRU
ભાવનગરમાં ભાલ પંથકના પાળીયાદ, દેવળીયામાં માનવસર્જિત પૂર!
June 19, 2025 7:18 pm
ભાવનગરનાં ભાલપંથકમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાવવાના કારણે કલેક્ટર કચેરીએ બેઠકનો દોર શરૂ થયો છે. ભાવનગરનાં સાંસદે કલેક્ટર કચેરી બેઠક યોજી હતી અને ચર્ચા કરી હતી. માનવસર્જિત પૂર હોવાનો કલેક્ટરે સ્વીકાર કર્યો છે.
ભાવનગરના ભાલપંથકમાં વરસાદના પાણી ભરાયા
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
વરસાદી પાણીના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ
વરસાદી પાણી ભરાવવાના કારણે કલેક્ટર કચેરીએ બેઠક
ભાવનગરના સાંસદે કલેક્ટર કચેરી બેઠક યોજી
માનવસર્જિત પૂર હોવાનો કલેક્ટરે કર્યો સ્વીકાર
"ભાલ પંથકના પાળીયાદ, દેવળીયામાં માનવસર્જિત પૂર"@Collectorbhav… pic.twitter.com/vkgKlqvHDS
સુરતમાં BRTS બસમાં બેદરકારીનો વીડિયો વાઇરલ
June 19, 2025 5:31 pm
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે BRTS બસમાં બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. સરથાણાથી કોસાડ જતી બસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ચાલુ બસમાં પાણી પડતા મુસાફરોને છત્રી લઈ બેસવાનો વારો આવ્યો હતો અને ભારે વરસાદમાં ચાલુ બસની અંદર પણ લોકો વરસાદી પાણીમાં ભીંજાયા હતા.
સુરતમાં BRTS બસમાં બેદરકારી સામે આવી સરથાણાથી કોસાડ જતી બસનો વીડિયો વાયરલ પાણી પડતા લોકોને છત્રી લઈ બેસવાનો વારો આવ્યો ભારે વરસાદના સમયનો આ વીડિયો થયો વાયરલ ચાલુ બસે અંદર લોકો પાણીમાં ભીંજાયા હતા#Gujarat #Surat #brts #Rain #rainUpdate #gujaratfirst pic.twitter.com/VZo0k0rNdR
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
પાણીના ધસમસતા વહેણમાં ચાલતો શખ્સ બહાદુરી કે બેદરકારી?
June 19, 2025 5:24 pm
ડાંગ જિલ્લામાં આવેલ અંબિકા નદી સતત ધોધમાર વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ત્યારે અંબિકા નદી પરના સુસરદા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જો કે, કોઝવે પરથી પાણીના વહેણમાં ચાલતા એક શખ્સ ચાલતા નજરે પડે છે. જો કે, આ બહાદુરી કે બેદરકારી? આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
અંબિકા નદી પરના સુસરદા કોઝવે પર પાણી, આ બહાદુરી કે બેદરકારી?
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
ડાંગ જિલ્લામાં અવિરત વરસાદથી હાલાકી#Gujarat #Dang #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/wszoDirUhc
હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ
June 19, 2025 5:15 pm
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 19 થી 25 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યનાં નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જ્યારે દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે.
-હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
-રાજ્યમાં 19થી 25 જૂન સુધી વરસાદની આગાહી
-30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે પવન
-3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
-નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ
-દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપીમાં ઓરેન્જ… pic.twitter.com/PtTp3aPZGu
વલસાડમાં વાપી મોડલ રેલવે સ્ટેશનની ખરાબ હાલત
June 19, 2025 2:58 pm
વલસાડ જિલ્લામાં પેહલા જ઼ વરસાદે વાપી મોડલ રેલવે સ્ટેશનની હાલત ખરાબ કરી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોએ છત્રી અને રેઇનકોટ સાથે ઊભા રહેવા મજબૂર થયા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
વલસાડ જિલ્લામાં પેહલા જ઼ વરસાદે વાપી મોડલ રેલવે સ્ટેશનની હાલત ખરાબ કરી
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
મુસાફરોએ છત્રી અને રેઇનકોટ સાથે રેલવે પ્લેટફોર્મ પર ઉભા રહેવા મજબુર#Gujarat #Valsad #RailwayStation #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/Ha1bQKqMVe
ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ
June 19, 2025 2:13 pm
ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં રાજ્યના 15 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. તથા 10 જળાશયો એલર્ટ પર તો 9 જળાશયો વોર્નિંગ લેવલ પર છે. 9 જળાશયો 100 ટકા તો 25 જળાશય 70થી 100 ટકા ભરાયા છે. રાહત બચાવ માટે NDRF અને SDRFની ટીમ ડિપ્લોય કરાઈ છે. વરસાદને કારણે રાજ્યમાં હાલ 153 રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. જેમાં ભાવનગરથી પસાર થતો નેશનલ હાઈવે 3 દિવસથી બંધ છે.
Gujarat Weather Updates: Ahmedabad ના સોલામાં મુશ્કેલીમાં મુકાયા લોકો
June 19, 2025 2:11 pm
Gujarat Weather Updates: Ahmedabad ના સોલામાં મુશ્કેલીમાં મુકાયા લોકો#Gujarat #Ahmedabad #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/PZyGTRAZWx
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
Gujarat Weather Updates: Nikol માં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી!
June 19, 2025 2:10 pm
Gujarat Weather Updates: Nikol માં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી!#Gujarat #Ahmedabad #Nikol #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/JyMJe0Rtbx
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
Ahmedabad વરસાદના કારણે ચાણક્યપુરી વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી, જુઓ રીક્ષા ચાલકે શું કહ્યું...
June 19, 2025 2:03 pm
Ahmedabad વરસાદના કારણે ચાણક્યપુરી વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી, જુઓ રીક્ષા ચાલકે શું કહ્યું...
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી...
પ્રશ્નોથી અધિકારીઓ ભાગ્યા...પણ જનતાએ ગુજરાત ફર્સ્ટને જરૂર આપ્યો પૂરો સહકાર...
ચાણક્યપુરી પાણીમાં...કે પછી પાણીમાં ચાણક્યપુરી?… pic.twitter.com/w5buEPoeVr
વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો
June 19, 2025 2:02 pm
વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વરસાદના કારણે કોલક નદી બે કાંઠે વહેતી થઈ છે. અરનાલા પાટી જતો માર્ગ બંધ થતા વાહન ચાલકો પરેશાન થયા છે. તેમજ અરનાલાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.
ભારે વરસાદને કારણે સાપુતારા ખાતે ભેખડ ધસી
June 19, 2025 1:10 pm
ગિરિમથક સાપુતારા ખાતે ભારે વરસાદ છે. જેમાં ભારે વરસાદને કારણે સાપુતારા ખાતે ભેખડ ધસી છે. સનરાઈઝ પોઇન્ટ જતા માર્ગ પર ભેખડ ધસી પડતા માર્ગ બંધ કરાયો છે. તેમજ તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરાઇ છે.
રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી
June 19, 2025 12:54 pm
ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે. તેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. તથા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
અમદાવાદ એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
June 19, 2025 12:15 pm
અમદાવાદ એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જેમાં 5 થી 10 કિલો મીટર સુધી ટ્રાફિક જામ થયો છે. તમામ ટ્રકો, વૈભવી ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ છે. તેમાં 4થી 5 કલાક સુધી ટ્રાફિક ક્લિયર થઈ શકે તેવી શક્યતાઓ નહિવત છે. હાલ છેલ્લા બે કલાક કરતા વધુ સમયથી ટ્રાફિક જામ થયો છે.
Gujarat Heavy Rain: મહુવાની માલણ નદીના આકાશી દ્રશ્યો
June 19, 2025 12:14 pm
Gujarat Heavy Rain: મહુવાની માલણ નદીના આકાશી દ્રશ્યો । Gujarat First#Bhavnagar #Gujarat #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #gujaratfirst pic.twitter.com/ACKWu6YLt2
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
સુરતમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર
June 19, 2025 12:14 pm
-સુરતમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
-ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર
-અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો
-ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ
-સિઝનમાં પહેલી વખત મધર ઈન્ડિયા ડેમ છલકાયો
-મધર ઈન્ડિયા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી#Surat #AmbikaRiver… pic.twitter.com/bQC44LMs8P
છોટાઉદેપુર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ
June 19, 2025 12:13 pm
-છોટાઉદેપુર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
-ભારે વરસાદથી નદી નાળા છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર
-છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
-નસવાડીમાં 2 ઈંચ, છોટાઉદેપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો
-સંખેડામાં 1.5 ઈંચ અને જેતપુર પાવીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો… pic.twitter.com/tR0xAu9tNO
Gujarat Heavy Rain: Ahmedabad માં ધોધમાર વરસાદ પડ્યો, ભારે વરસાદના કારણે અંડરપાસ બંધ
June 19, 2025 12:12 pm
Gujarat Heavy Rain: Ahmedabad માં ધોધમાર વરસાદ પડ્યો, ભારે વરસાદના કારણે અંડરપાસ બંધ। Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો
ભારે વરસાદના કારણે અંડરપાસ બંધ
અખબાર નગર અંડરપાસ કરાયો બંધ
ભરાયેલા વરસાદી પાણી હજુ યથાવત
અંડરપાસના વરસાદી પાણીમાં કાર ડૂબી
AMCની ટીમ પાણીના નિકાલ… pic.twitter.com/YqspxccJbM
Gujarat Heavy Rain: ઇસનપુર-નારોલ રોડ પર ભરાયા પાણી
June 19, 2025 12:12 pm
Gujarat Heavy Rain: ઇસનપુર-નારોલ રોડ પર ભરાયા પાણી । Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદ
ઇસનપુર-નારોલ રોડ પર ભરાયા પાણી
સર્વિસ રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી
વાહન ચાલકોને વહેલી સવારથી પરેશાન@AmdavadAMC #ahmedabad #ahmedabadnews #rain #rainingujarat #GujaratRain… pic.twitter.com/kddF0n3lzW
અમદાવાદમાં પડેલા વરસાદથી ભરાયા પાણી
June 19, 2025 12:06 pm
અમદાવાદમાં પડેલા વરસાદથી ભરાયા પાણી
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી
પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોમાં રોષ
પાણી ભરાયા પછી JCB મંગાવી કામ કરતું AMC
ગુજરાત ફર્સ્ટના સવાલોથી અધિકારીઓ ભાગ્યા
ગુજરાત ફર્સ્ટના કેમેરામાં ભગાતા અધિકારીઓ થયા કેદ
પહેલા જ વરસાદમાં પ્રિમોન્સૂનની… pic.twitter.com/Ce6hZIKlng
ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ
June 19, 2025 11:59 am
ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં છે. પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. તથા જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ અનેક કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં કોઝવે ઉપર પાણી ફરી વળતા 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. તથા સાપુતારા વઘઇ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખળો ધસી પડવાના બનાવો પણ બન્યા છે.
Gujarat Heavy Rain: Dang જિલ્લામાં ભારે વરસાદ બાદ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો #dang #Gujarat #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/xvMa8DBWFZ
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
ગુજરાતમાં 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ આવ્યો
June 19, 2025 11:50 am
ગુજરાતમાં 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં ડાંગ-આહવામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વલસાડના કપરાડામાં સાડા 9 ઇંચ વરસાદ વરસ્યો છે. વધઈ અને સુબીરમાં સાડા 7 ઇંચ વરસાદ તથા ધરમપુર અને વાંસદામાં સાડા 6 ઇંચ વરસાદ સાથે ખેરગામ, ડોલવણ, માણસામાં સાડા 4 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સૂત્રાપાડા, પાટણ-વેરાવળ, દહેગામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદમાં થોડા વરસાદે ભારે કરી
June 19, 2025 10:44 am
અમદાવાદમાં થોડા વરસાદે ભારે કરી છે. જેમાં રાણીપમાં રત્નસાગર હાઈટ પર દિવાલ ધરાશાયી થઇ છે. વરસાદ બાદ કંપાઉન્ડ વોલ ધરાશાયી થઇ છે. જેમાં કોઈ જાનહાનિ નહીં.
તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ આવ્યો
June 19, 2025 10:44 am
તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ડોલવણ તાલુકા વરસ્યો છે. તથા વ્યારા નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લખાલીથી ચીચબરાડી રાણીઅંબા ગામમાં વરસાદ આવ્યો છે. જેમાં કોઝ વે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા 7 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે.
અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો
June 19, 2025 10:44 am
સુરતમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું છે. તેમજ અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સિઝનમાં પહેલી વખત મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે. મધર ઈન્ડિયા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી
June 19, 2025 10:43 am
પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. જેમાં ફુલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. તથા ન.પ્રા શિક્ષણ સમિતિની શાળા બહાર પાણી ભરાયા છે.
સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ
June 19, 2025 9:54 am
સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જેમાં ભારે પવન સાથે વરસાદ પડયો છે. તેમાં જહાંગીરપુરા, રાંદેર, અડાજણમાં વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. પહેલા જ વરસાદમાં મનપાની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
અમદાવાદના અખબાર નગર અંડર પાસ બંધ કરાયો
June 19, 2025 8:59 am
અમદાવાદના અખબાર નગર અંડર પાસ બંધ કરાયો છે. જેમાં અંડર પાસમાં પાણી ભરાઈ જતા તકેદારીના ભાગરૂપે બંધ કરાયો છે. રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણી હજુ યથાવત છે. કોર્પોરેશનની ટીમ પાણીનો નિકાલ કરવા અને રસ્તાની સફાઈ કરવા માટે લાગી છે. તેમજ અખબાર નગર અંડરપાસમાં વરસાદી પાણીમાં એક કાર ડૂબી છે. વરસાદી પાણીનું લેવલ ધીમે ધીમે ઓછું થતા કાર જોવા મળી છે. રાત્રિ દરમિયાન વરસેલા વરસાદી પાણીમાં કાર ડૂબી હતી. જોકે કાર ચાલક અંદર પ્રવેશ્યો અને બહાર કેવી રીતે નીકળ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો
June 19, 2025 8:24 am
અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો છે. સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલ વાલીઓ અટવાયા છે. શાળામાં બાળકને મુકવા છતાં વાલીઓના વાહન બંધ પડ્યા છે. કેટલાક વાલીઓ તેડીને રસ્તો પસાર થવા માટે મજબૂર બન્યા છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા
June 19, 2025 7:40 am
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ થયા છે. લોકોના વાહનો પણ વરસાદી પાણીના કારણે બંધ થઈ રહ્યા છે. લોકો ધક્કા મારીને પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા છે. પ્રિ મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે મહાનગર પાલિકાની પોલ ખુલી છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે.
હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
June 19, 2025 7:34 am
હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાકમાં વિવિધ વિસ્તારોમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. સવારના 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી છે. જેમાં આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તથા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
June 19, 2025 7:33 am
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
— Gujarat First (@GujaratFirst) June 18, 2025
વઘઈ આહવા માર્ગ પર આવેલ શિવઘાટ થયો સક્રિય
શિવઘાટનો અદભૂત નજારો થયો કેમેરામાં કેદ
ચોમાસાની શરૂઆતમાં જ શિવઘાટ થયો સક્રિય#DangRain #ShivghatScenery #MonsoonMagic #NatureInGujarat #ScenicDang pic.twitter.com/gBYKOERzun
ગોધરાના પ્રભા રોડ વિસ્તારમાં યોગ્ય નિકાલના અભાવે ઘરમાં પાણી ભરાઈ ગયા
June 19, 2025 7:31 am
ગોધરાના પ્રભા રોડ વિસ્તારમાં પાણી ભરાયા
— Gujarat First (@GujaratFirst) June 18, 2025
યોગ્ય નિકાલના અભાવે ઘરમાં પાણી ભરાઈ ગયા
પેટ્રોલ પમ્પ નજીક પાણીનો ભરાવો થયો
કેટલાક વાહનો પણ પાણીમાં બંધ થઈ ગયા
યુનિક કોમ્પલેક્ષના બેઝમેન્ટની દુકાનોમાં પાણી ઘૂસ્યા
વલ્લભ પાર્ક સોસાયટીના ઘર, દુકાનોમાં ભરાયા પાણી#Gujarat #GodhraFlooding… pic.twitter.com/REVMCGZn4s
અમદાવાદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
June 19, 2025 7:31 am
અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાદળોના ભારે ગડગડાટ સાથે ત્રાટકેલા વરસાદે સૌ કોઇને મધરાતની નિંદરમાંથી ઉઠાડી દીધા હતા. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું. જોકે ત્યારબાદ વરસાદ ધીમો થયો છે.
આજે ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો
June 19, 2025 7:25 am
ગુજરાતમાં આજે પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. આજે ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈને ઘણા બધા તાલુકાઓ હાલ જળબંબાકારની સ્થિતિમાં છે. સાથે જ ગતરોજ પડેલા વરસાદને કારણે પણ ઘણા બધા તાલુકાઓમાં પાણી હજુ ઉતર્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાદળોના ભારે ગડગડાટ સાથે ત્રાટકેલા વરસાદે સૌ કોઇને મધરાતની નિંદરમાંથી ઉઠાડી દીધા હતા. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું. જોકે ત્યારબાદ વરસાદ ધીમો થયો છે.