ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી : 27 જિલ્લામાં એલર્ટ, સાબરકાંઠા-નવસારી-વલસાડમાં રેડ એલર્ટ

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી : સાબરકાંઠા-નવસારીમાં રેડ એલર્ટ
05:27 PM Aug 23, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી : સાબરકાંઠા-નવસારીમાં રેડ એલર્ટ

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાનો માહોલ તેજ બન્યો છે, અને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે (IMD) આગામી 29 ઓગસ્ટ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અને ઉત્તર ગુજરાતના 27થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, 23 ઓગસ્ટે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયા છે. ગાજવીજ અને 40-50 કિ.મી./કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતાએ વહીવટી તંત્રને એલર્ટ કરી દીધું છે.

આજે (23 ઓગસ્ટ)ની આગાહી

રેડ એલર્ટ: સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (અતિભારે વરસાદની શક્યતા).
ઓરેન્જ એલર્ટ: અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ, જૂનાગઢ (ભારેથી અતિભારે વરસાદ).
યલો એલર્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર (ગાજવીજ સાથે ભારે વરસાદ).

આ પણ વાંચો- રીબડા અનિરુદ્ધસિંહને નહીં, પહેલા જેલવડાને જેલમાં બંધ કરવાની માંગ

24 થી 26 ઓગસ્ટની આગાહી

ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ (ભારેથી અતિભારે વરસાદ).
યલો એલર્ટ: કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત (મધ્યમથી ભારે વરસાદ).

27 થી 29 ઓગસ્ટની આગાહી

ઓરેન્જ એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ (ભારે વરસાદ).
યલો એલર્ટ: ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી (ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ).

જૂનાગઢ અને ગિરનારની સ્થિતિ

જૂનાગઢમાં આજે બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં ગિરનાર પર્વત પર દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે, અને નદીઓમાં પાણીની આવક વધી છે. શ્રાવણ અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે આવેલા ભાવિકોને સલામતીના કારણોસર પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે. દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર, અને વિલિંગડન ડેમ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

આ પણ વાંચો- Vadodara : શહેરના પાણી-ડ્રેનેજના પ્રશ્નોના લાંબાગાળાના ઉકેલ માટે IIT રૂરકીની ટીમના ધામા

Tags :
#JunagarhAhmedabaddamodarkundGirnarGujaratRainheavyrainRedAlertSaurashtraWeatherForecast
Next Article