ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક તરફ ગુજરાતમાં મેઘ તાંડવ તો બીજી તરફ અતિભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
08:37 PM Aug 19, 2025 IST | Mujahid Tunvar
આગામી બે દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાનિ વિભાગે ગુજરાતના વિવિધ વિભાગોને લઈને આગાહી કરી હતી. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

પાલઘરમાં વરસાદને કારણે રસ્તાઓને નુકસાન ઠેર ઠેર ભરાયા પાણી ભરાઈ ગયા છે. નદી, નાળાઓના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48ને પણ અસર થઈ છે. જેથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.

તો અમરેલીના વાડીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાડીયા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

વડીયાના હનુમાન ખીજડીયા, બરવાળા બાવળ, તોરી, અરજણસુખ, બાટવા દેવળી, ખાન ખીજડીયા, અનીડા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યાં છે. આ સાથે જ વડીયાનો સૂરવો ડેમ 100 ટકા ભરાઈ ગયો છે.

આ પણ વાંચો- Idar:રાવોલ ગામમાં તાંત્રિક વિધી કરીને પૈસા પડાવતા સરપંચને પદ પરથી હટાવાયો,પોલીસે કરી ધરપકડ

અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી તા. 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને લઈને SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- અમદાવાદ : સેવન્થ ડે શાળાના વિદ્યાર્થી ઉપર છરીથી જીવલેણ હુમલો

બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુ પાલન વિભાગના નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- અમદાવાદમાં ગુજસીટોક સાયબર ક્રાઈમનો પ્રથમ કેસ નોંધાયો, 300 કરોડની ફ્રોડ ગેંગનો પર્દાફાશ, દુબઈ-ચીન સુધી કનેક્શન

Tags :
#GujaratMeteorologicalDepartmentHeavyRainForecastNDRFSDRF
Next Article