Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal માં ભારે વરસાદ, 15 રસ્તાઓ બંધ, IMD એ 28 જુલાઈ સુધી 'યલો' એલર્ટ જાહેર...

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે 15 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે હવામાન વિભાગે (IMD) આગામી ચાર દિવસ એટલે કે 28 જુલાઈ સુધી...
himachal માં ભારે વરસાદ  15 રસ્તાઓ બંધ  imd એ 28 જુલાઈ સુધી  યલો  એલર્ટ જાહેર
Advertisement

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે 15 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે હવામાન વિભાગે (IMD) આગામી ચાર દિવસ એટલે કે 28 જુલાઈ સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદની 'યલો એલર્ટ' જારી કરી છે. ભારે વરસાદને કારણે જે 15 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે તેમાં મંડીમાં 12, કિન્નૌરમાં બે અને કાંગડા જિલ્લામાં એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યમાં 62 ટ્રાન્સફોર્મર પણ પ્રભાવિત થયા છે.

રાજ્યના અનેક ભાગોમાં ધીમીધારે વરસાદ...

હવામાન વિભાગે (IMD) રાજ્યમાં ભારે પવન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે બગીચાઓ અને પાકોને નુકસાન, નબળા અને માટીના મકાનો અંગે ચેતવણી પણ આપી છે. ભારતીય હવામાન કેન્દ્રના શિમલા કાર્યાલયના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા ભાગોમાં તૂટક તૂટક વરસાદ થયો છે.

Advertisement

બૈજનાથમાં સૌથી વધુ 85 મીમી વરસાદ...

મંગળવાર સાંજથી 24 કલાકના ગાળામાં બૈજનાથમાં સૌથી વધુ 85 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી પાલમપુર (25.2 મીમી), જોગીન્દરનગર (18 મીમી), ધર્મશાલા (10.4 મીમી), હમીરપુર (આઠ મીમી), પાઓંટા સાહિબ (7.6 મીમી), સેંજ અને કહુ (7.5 મીમી ), કસૌલી (7.4 મીમી) અને શિમલા (5.6 મીમી) વરસાદ નોંધાયો હતો.

Advertisement

વરસાદના કારણે અત્યાર સુધીમાં 49 લોકોના મોત...

ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થયા છે અને 27 જૂનથી ચાલુ રહેલા ચોમાસામાં લગભગ 389 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લાહૌલ અને સ્પીતિના આદિવાસી જિલ્લામાં કુકુમસેરી મંગળવારે રાત્રે 10.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું હતું, જ્યારે ઉના 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે દિવસ દરમિયાન સૌથી ગરમ હતું.

આ પણ વાંચો : DRDO ની વધુ એક મોટી સફળતા, ઈન્ટરસેપ્ટર મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, Video

આ પણ વાંચો : INS બ્રહ્મપુત્રાના ગુમ થયેલા નાવિકનો મળ્યો મૃતદેહ, નેવીએ આપી જાણકારી...

આ પણ વાંચો : Kolkata માં મમતા બેનર્જીના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, ગેટ ધરાશાયી થવાથી બે લોકો ઘાયલ...

Tags :
Advertisement

.

×