ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જૂનાગઢમાં મેઘતાંડવ, 9 ઇંચ વરસાદ જળબંબાકાર, વાહનો અને પશુઓ તણાયા

જૂનાગઢ શહેરમાં વરસાદથી પુર જેવી સ્થિતિ શહેરમાં ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સોનરખ નદી અને કાળવામાં ઘોડાપૂર આવ્યા કાળવામાં પુર આવતા અનેક કાર તણાઈ કાર સાથે વ્યક્તિ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કાળવા વોકળા...
06:04 PM Jul 22, 2023 IST | Hiren Dave
જૂનાગઢ શહેરમાં વરસાદથી પુર જેવી સ્થિતિ શહેરમાં ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સોનરખ નદી અને કાળવામાં ઘોડાપૂર આવ્યા કાળવામાં પુર આવતા અનેક કાર તણાઈ કાર સાથે વ્યક્તિ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કાળવા વોકળા...

જૂનાગઢ શહેરમાં વરસાદથી પુર જેવી સ્થિતિ
શહેરમાં ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ
સોનરખ નદી અને કાળવામાં ઘોડાપૂર આવ્યા
કાળવામાં પુર આવતા અનેક કાર તણાઈ
કાર સાથે વ્યક્તિ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
કાળવા વોકળા આસપાસના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાં

 

રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ (Heavy rain) ની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને ત્રણથી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જુનાગઢ શહેરમાં આભ ફાટતા ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ચારેકોરના પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જુનાગઢ શહેરમાં અનેક લોકો ફસાયા છે. જુનાગઢના અનેક વિસ્તારો ગળાડુબ પાણીમાં ગરકાવ થયા છે. રમકડાની જેમ અનેક કાર તણાઈ છે. આ ઉપરાંત અનેક પશુઓ પણ તણાયા છે.

જેમાં એક આધેડ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમા એક વ્યક્તિ કાર સાથે તળાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વાયરલ વીડિયોમાં લોકો બોલી રહ્યા છે બાપા તણાઈ રહ્યા છે. મહિલાઓ ચીસો પાડી રહી છે કે કારની સાથે બાપા તણાઈ રહ્યા છે અને પાળી તૂટી ગઈ છે. આ ઉપરાંત પંચરની દુકાનમાં રહેલા મોટી સંખ્યામાં ટાયરો તણાયા છે.

 

જૂનાગઢમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આજે 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

લોકોના હાલ બેહાલ
આજે જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે. કુદરતના કહેર સામે હાલ જૂનાગઢવાસીઓ લાચાર જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં લોકોના હાલ બેહાલ થયા છે સમગ્ર જૂનાગઢમાં હાલ જળ હોનારત થઈ હોય તેવુ સામે આવ્યું છે. મુબારક બાગ વિસ્તારમાં તો મકાનો ડૂબ્યા હતા. તેમજ જ્યા જૂઓ ત્યા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.

 

 

આ પણ વાંચો-તથ્યએ 15 દિવસ પહેલા પણ સર્જયો હતો અકસ્માત, નશો, બાપના પૈસે તાગડધિન્ના અને રખડપટ્ટી એ જ તથ્યની દિનચર્યા

 

Tags :
gujarat rainGujaratRain2022JunagadhMonsoonWatherUpdateWeather forecaster
Next Article