Valsad Rain : ભારે વરસાદને લઇ નેશનલ હાઇવે પ્રભાવિત, ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ ધરાશાયી થયું
- ભારે વરસાદને પગલે વલસાડમાં નેશનલ હાઇવે પ્રભાવિત
- નેશનલ હાઇવે પર ગુઠણ સમા પાણી ભરાયા
- હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
- કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે 48 પર ભરાયા પાણી
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ ધમરપુરની તાન, માન, અને લાવરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ધમરપુરના કાંગવી શેરીમાળનો પુલ અને સીદુમ્બર ભટાડી ફળિયાનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધરમપુરના બામટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જોડતો પુલ, આંબોસી ભવઠાણનો પુલ, ભેસધરા લાવરીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનોનું જનજીવન ખોરવાઈ ગયું હતું.
વાપી મનપાની બેદરકારી
વાપી મનપાની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો હતો. વોક વે માટે બનાવેલ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને લઈ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મનપા દ્વારા બનાવવામાં આવેલ રેલવે અંડર પાસમાં પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું.
પહેલા જ વરસાદે વાપી મોડલ રેલવે સ્ટેશનની હાલત બગાડી
વાપી મોડેલ સ્ટેશનની હાલત પણ પહેલા વરસાદે બગાડી દીધી હતી. મોડલ રેલવે સ્ટેશનમાં મુસાફરોએ ઉભા રહેવા જગ્યા શોધવી પડી હતી. સ્ટેશન પર મોટાભાગની જગ્યા પર પાણી ટપકતા પોલ ખુલી જવા પામી હતી. મુસાફરો છત્રી-રેઈનકોટ સાથે પ્લેટફોર્મ પર ઉભા રહેવા મજબૂર બન્યા હતા.
વૃક્ષ પડતા 9 થી 10 વાહનોને થયું ભારે નુકસાન
વલસાડમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવા પામ્યા હતા. ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહન પર વૃક્ષ પડ્યું હતું.વૃક્ષ પડતા 9 થી 10 વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું. વલસાડ નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો હતો. નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા હતા. રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થવા પામ્યા હતા. પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થવા પામ્યા હતા. ખારવેલ પાસે બનેલો કોઝવે પણ એક સાઈડ બેસી જવા પામ્યો હતો. જ્યારે ઔરંગા નદીની ભયનજક સપાટી સુધી પહોંચી હતી.
નેશનલ હાઇવે પ્રભાવિત
ભારે વરસાદને લઈ નેશનલ હાઈવે પ્રભાવિત થયો હતો. વલસાડતી પસાર થતો નેશનલ હાઈવે પર ઘુંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
વલસાડમાં પવન સાથે પડેલા વરસાદે નુકસાન કર્યું
વલસાડમાં ભારે પવન સાથે પડેલ વરસાદે ભારે નુકસાન કર્યું હતું. વલસાડના ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ પડ્યું હતું. પોલીસ ચોકીની સામે પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ પડતા વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘટના બની હતી.