Gujarat Rain : અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, વરસાદી પાણી ભરાતા લોકો અટવાયા
- અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ
- સામાન્ય વરસાદમાં જ અમદાવાદ થયું પાણી પાણી
- અમદાવાદના અનેક વિસ્તારમાં ભરાઈ ગયા પાણી
- ન્યૂ મણીનગરમાં ભૂવામાં ફસાઈ ગઈ AMTS બસ
અમદાવાદમાં થોડા વરસાદે મનપાની પોલ ખોલી દીધી છે. ન્યૂ મણીનગર વિસ્તારમાં AMTS ની બસ ફસાઈ જવા પામી હતી. વરસાદમાં રોડ બેસી જતા બસ ખાડામાં ફસાઈ જવા પામી હતી. સામાન્ય વરસાદમાં જ મનપાના તંત્રની પોલ ખુલી જવા પામી હતી.
અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ
સામાન્ય વરસાદમાં જ અમદાવાદ થયું પાણી પાણી
અમદાવાદના અનેક વિસ્તારમાં ભરાઈ ગયા પાણી
ઓઢવ, નિકોલ, સરસપુરમાં પાણી ભરાતા હાલાકી
થલતેજ, ચાણક્યપુરીમાં પાણી ભરાતા લોકો પરેશાન
ન્યૂ મણીનગરમાં ભૂવામાં ફસાઈ ગઈ AMTS બસ#Gujarat #Weather #Forecast… pic.twitter.com/elVkvhhPmO— Gujarat First (@GujaratFirst) May 29, 2025
રોડ પર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓને ભારે હાલાકી
અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે પર જોરદાર વરસાદ પડ્યો હતો. સોલા, ગોતા, સત્તાધાર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. એમ.એન ઝાલા કોલેજ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક વાહનોમાં વરસાદી પાણી ઘુસી જતા બંધ પડી જવા પામ્યા હતા.
સવારના સમયે કામકાજના સ્થળે જતા લોકોએ અટવાયા
અમદાવાદમાં રાત્રિ દરમ્યાન વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. એસજી હાઈવે પર ન્યૂયોર્ક ટાવર નજીકના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે સવારના કામકાજના સ્થળે જતા લોકો અટવાયા હતા. ટુ વ્હીલર ચાલકોના વાહનો બંધ પડ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.
વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા
અમદાવાદના વ્હોરાના રોજા તરફના રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વ્હોરા રોજા તરફથી રખિયાલ તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. મુખ્ય ચાર રસ્તા નજીક જ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી.
સામાન્ય વરસાદમાં AMCની પ્રિ-મોનસુન કામગીરી પાણીમાં
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં મનપાની પોલ ખુલી જવા પામી હતી. થોડા કલાકના વરસાદમાં પ્રિ-મોન્સૂલન પ્લાન ધોવાયો હતો. નિકોલના ગોપાલચોક વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાવા પામ્યા હતા. હજુ પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કલાકો બાદ પણ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રસ્તા પર વરસાદી પાણી ન ઓસરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્ય વરસાદમાં AMC ની પ્રિ-મોનસુનની કામગીરી પાણીમાં ધોવાઈ જવા પામી હતી.
વરસાદી પાણી ની સાથે જ ડ્રેનેજ ના પાણી પણ બેક થયા
અમદાવાદમાં વરસાદ બાદ શહેરમાં કલાકો સુધી પાણી ભરાયા હતા. શહેરમાં કલાકો બાદ પણ અનેક જગ્યાએથી વરસાદી પાણીનો નિકાલ થવા પામ્યો ન હતો. વરસાદી પાણીની સાથે જ ડ્રેનેજના પાણી પણ બેક થયા હતા. ઓઢવ સ્ટેશન બહાર પાણી કલાકો બાદ પણ ભરેલા હતા.