Gujarat Rain : આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
- ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે
- ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ
- ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા
Gujarat Rain : આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે.
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ છે. ત્યારે ચોમાસુ મુંબઈ પહોંચ્યું છે. જેમાં સવારથી રાજ્યના 34 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના હાંસોટમાં 2.3 ઈંચ વરસાદ છે. તેમજ ભાવનગરના મહુવામાં 2.1 ઈંચ વરસાદ ખાબક્યો તથા ભરુચ અને નેત્રંગમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તથા 18 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તેમજ
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો છે.
ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા
29 મે એટલે કે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. તથા કચ્છ જિલ્લામાં ખાસ વરસાદી ગતિવિધિઓ જોવા મળવાની શક્યતા નથી. અહીં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 15 જૂન છે. હાલ ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. જેથી રાજ્યમાં ચોમાસું શરૂ થવાને લઈને હજી કોઈ ચોક્કસ સમયસીમા આપવામાં આવી નથી.
આ પણ વાંચો: LIVE: PM Modi Gujarat Visit: 'આ વખતે જે કર્યું કેમેરા સામે કર્યું છે એટલે કોઇ સાબીતી નહીં માંગે' : PM Modi