ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RAIN : આગામી 3 કલાક ભારે, 24 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અપર સાયક્લોનિક અસરના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ કરા પણ પડ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગામી 24 કલાક દક્ષિણ અને...
11:48 AM Nov 26, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં અપર સાયક્લોનિક અસરના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ કરા પણ પડ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગામી 24 કલાક દક્ષિણ અને...

રાજ્યમાં અપર સાયક્લોનિક અસરના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ કરા પણ પડ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગામી 24 કલાક દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો હવામાન વિભાગે પણ આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી જિલ્લામાં વીજળી પડતાં યુવકનું મોત થયું છે. બોટાદમાં પણ બાઇક ચાલક પર વીજળી પડતાં તેનું મોત થયું છે.

આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

આ સાથે માવઠા વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, આણંદ, ખેડામાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

ગુજરાતભરમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં કાળા ડીંબાગ વાદળો સાથે રીતસર અંધારપટ છવાઇ ગયો હતો અને ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદના સોલા, ગોતા, થલતેજ,ચાંદલોડિયા, ઘાટલોડિયા, પ્રભાત ચોક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ છે.

અમરેલીમાં વીજળી પડતાં યુવકનું મોત

બીજી તરફ, સુરત, નવસારી, તાપી, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ અને નર્મદા જીલ્લામાં પણ કમોસમી વરસાદના અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમરેલીમાં વીજળી પડતાં યુવકનું મોત થયું છે.

દરિયા કાંઠે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

બીજી તરફ રાજ્યના હવામાન વિભાગની આગાહી પણ છે અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. દરિયા કાંઠે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બપોરથી ભારે વરસા

બીજી તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અપર સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતથી નજીક છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બપોરથી ભારે વરસાદ આવશે. બોટાદ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હળવા મધ્યમ ઝાપટા પડશે તથા દક્ષિણ ગુજરાતમાં 24 કલાક સુધી વરસાદ પડશે. અમદાવાદ, આણંદ, ખેડા, બરોડા જંબુસર, વાગરા સહિત મધ્ય ગુજરાતમાં 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજપીપળા દાહોદ છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં પણ 2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
તેમણે કહ્યું કે આ સિસ્ટમ થંડર સ્ટ્રોમ એક્ટિવીટી લાવશે જેથી પવનની ગતિ 35થી 40 કિમીની રહેશે અને ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને ઉભા પાકને નુકશાન થાય તેવી ભીતિ છે.

આ પણ વાંચો----AHMEDABAD RAIN : અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં અનેક જગ્યાએ શિમલા જેવો માહોલ…

Tags :
forecasGujaratMeteorological DepartmentRainSaurashtraunseasonal rainVery heavy rainWeatherwinter
Next Article