ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હેમંત સોરેન ફરી બની શકે છે Jharkhand ના મુખ્યમંત્રી : સૂત્ર

ઝારખંડ (Jharkhand) થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન (Jharkhand Mukti Morcha leader Hemant Soren) ફરીથી મુખ્યમંત્રી (Chief Minister) બની શકે છે. ચંપાઈ સોરેન (Champai Soren) ની જગ્યાએ...
04:27 PM Jul 03, 2024 IST | Hardik Shah
ઝારખંડ (Jharkhand) થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન (Jharkhand Mukti Morcha leader Hemant Soren) ફરીથી મુખ્યમંત્રી (Chief Minister) બની શકે છે. ચંપાઈ સોરેન (Champai Soren) ની જગ્યાએ...
Jharkhand Chief Minister Hemant Soren

ઝારખંડ (Jharkhand) થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન (Jharkhand Mukti Morcha leader Hemant Soren) ફરીથી મુખ્યમંત્રી (Chief Minister) બની શકે છે. ચંપાઈ સોરેન (Champai Soren) ની જગ્યાએ તેઓ ફરી એકવાર ઝારખંડ મુક્તિ મોરચા ((Jharkhand Mukti Morcha) ના નેતૃત્વ હેઠળના ગઠબંધનના નેતા તરીકે ચૂંટાઈ શકે છે અને મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે.

ચંપાઈ સોરેન આપશે રાજીનામું

હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્ય દળોની બેઠકમાં હેમંત સોરેનને ફરી એકવાર સરકારના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. કથિત જમીન કૌભાંડમાં સોરેનની ધરપકડ બાદ મુખ્યમંત્રી બનેલા ચંપાઈ સોરેન રાજીનામું આપશે. તેમને JMMના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હાલમાં હેમંત સોરેન શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી અધ્યક્ષ છે. આ પહેલા જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હેમંત સોરેનને 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ધરપકડ બાદ હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, તેમના નજીકના સહયોગી અને મંત્રી ચંપાઈ સોરેનને રાજ્યની બાગડોર સોંપવામાં આવી હતી. ચંપાઈએ 2 ફેબ્રુઆરીએ રાજ્યના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન

સોરેનની મુક્તિ બાદથી, એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ફરી એકવાર ખુરશી સંભાળી શકે છે. 1,500 પસંદ કરાયેલા શિક્ષકોને નિમણૂક પત્રોના વિતરણ સહિત મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમો અચાનક રદ થવાથી અટકળોને વેગ મળ્યો હતો કે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. મંગળવારે પણ તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનએ સારું પ્રદર્શન કર્યું છે. જેલમાંથી છૂટ્યા બાદ હેમંત સોરેન ભાજપ પર આક્રમક છે અને એવું માનવામાં આવે છે કે તેઓ 'પીડિત કાર્ડ' રમીને આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો - HEMANT SOREN: જેલમાંથી બહાર આવતા જ હેમંત સોરેને ભાજપને પડકાર ફેંકતા કહી આ વાત

આ પણ વાંચો - ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને કોર્ટે આપ્યા જામીન, 31 જાન્યુઆરીએ થઇ હતી ધરપકડ

Tags :
Chief Ministerchief minister of jharkhandGujarat FirstHardik ShahHemant SorenHemant Soren Chief MinisterJharkhandJharkhand Chief MinisterJharkhand Mukti Morchajharkhand newsJMMjMM Hemant soren
Next Article