Jagannath Rathyatra : જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19.59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે
- ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ થઈ શરૂ
- જમાલપુરથી ખમાસા સુધીના રસ્તા પર હેરિટેજ લુક અપાશે
- રથયાત્રા પહેલા ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
- ફેઝ 1માં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે
અમદાવાદ જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા હેરિટેજ લુક આપવામાં આવનાર છે. 148 મી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ફેઝ-1 ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ફેઝ-1 જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી હેરિટેજન લુક આપવામાં આવશે. જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા કામગીરી શરૂ કરૂ કરવામાં આવી છે. અંદાજિત 19.59 કરોડથી વધુ રકમ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે. રાજસ્થાનથી ગ્રેનાઈટ તેમજ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેબલટોપ, હેગિંગ લાઈટ, કલ્યપચર તૈયાર કરવામાં આવશે.
ફેઝ 1માં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે
આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરથી લઈ ખમાસા ચાર રસ્તાથી આગળ 1.2 કિલોમીટરનો જે આખો જગન્નાથ રથયાત્રાનો રૂટ છે. એની ફેઝ-1 ની કાર્યવાહી આપણે હાથ ધરી છે. 20 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે. જેમાં મુખ્ય આકર્ષણ જગન્નાથ મંદિરની સામે એક બંધ ગાર્ડન આવેલ હતો. ત્યાં આપણે આખો પ્લાઝા બનાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ માટે થશે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિર પાસે આવશે. એમના માટે એક નવી સુવિધા ઉભી છે. જેથી લોકો આરામથી જગન્નાથ મંદિર પાસે આવી દર્શન કરી શકે.
મોસાળવાસીઓ છે ભગવાનને આવકારવા આતુર
અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાણેજ બનીને ભગવાન જગન્નાથજી મોસાળમાં આવશે. મોસાળવાસીઓ ભગવાનને આવકારવા આતૂર છે. પહેલીવાર મોસાળમાં 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે. વાજતે ગાજતે ભજન કીર્તન ઢોલના તાલે મોસાળવાસીઓ ભાણેજનું સામૈયું કરશે. સરસપુરના રણછોડરાય મંદિરમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાઝતી મોસાળમાં 15 દિવસ માટે રહેતા હોય છે. અહીંયા મોસાળવાસીઓ દ્વારા ભગવાનને લાડ લડાવવામાં આવશે. ભગવાનને ભાવતા ભોજન પીરસવામાં આવશે. રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનના મનોરથ તથા રાત્રી ભોજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીના આગમન બાદ શુક્રવારે કેરીનો મનોરથ કરવામાં આવશે. શનિવારે જય દ્વારકાધીશ ભજન મંડળી દ્વારા રાત્રે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાંજે ભગવાન જગન્નાથજીને 56 ભોગનો મનોરથ ધરાવવામાં આવશે. તેમજ 18 જૂનના દિવસે સાંજે મિક્સ ફ્રૂટનો મનોરથ ધરાવવામાં આવશે. 21 જૂનના રોજ શનિવારે સાંજે ડ્રાયફ્રૂટનો મનોરથ ધરાવવામાં આવશે. 22 જૂનના રોજ રવિવારે સાંજે મામેરાના દર્શન ભક્તો માટે મૂકવામાં આવશે. 24 જૂનના રોજ મગસનો મનોરથ ધરાવવામાં આવશે. ત્યાર બાદ આનંત ભગતના ભજનનું રાત્રે આયોજન કરવામાં આવ્યું છે.
Ahmedabad : જળયાત્રા યોજાય તે પહેલા ફાયરની મોકડ્રીલ । Gujarat First
અમદાવાદની સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ
ફાયર વિભાગની ટીમ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો
નદીમાં ડૂબવાથી લઈ રેસક્યુ કેવી રીતે કરવુ તે બાબતનું મોકડ્રીલ
આવતીકાલે ભગવાન જગન્નાથજીની યોજાશે જળયાત્રા
સાબરમતીના… pic.twitter.com/XXaYbpiwQS— Gujarat First (@GujaratFirst) June 10, 2025
ફાયરની ટીમ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો
અમદાવાદ સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યાર બાદ તાત્કાલિક હોસ્પિટલ કેવીબ્રીટ પહોંચવામાં આવ્યા હતા. આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો મહાભિષેક કરવામાં આવશે. જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ યોજાઈ હતી. ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ સાધુ સંતો દર વર્ષે જળયાત્રામાં જોડાય છે. જળયાત્રામાં કોઈ અણબનાવ બને તો ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી.