High Court : હવે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત, HC એ કર્યો આદેશ
ગુજરાત રાજ્યનાં નાગરિકો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (High Court) હેલ્મેટ પહેરવાને લઈને મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનાં (Helmet) ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે. ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે. હાઈકોર્ટે કહ્યું કે, 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે ? ફરજિયાત હેલ્મેટનાં અમલીકરણ માટે હાઇકૉર્ટે 15 દિવસનો સમય આપ્યો છે.
આ પણ વાંચો - RMC : નિવૃત સીટી ઇજનેર અલ્પના મિત્રાનાં ઘરે ગયેલા ઇજનેરોએ કરી આ દલીલ, રિપોર્ટનાં આધારે કાર્યવાહી
દ્વિચક્રી વાહનો માટે હેલમેટ પહેરવું ફરજિયાત
વાહન ચલાવતી વખતે કોઈ કારણસર અકસ્માત થતાં હેલ્મેટ ન પહેર્યું હોવાનાં કારણે ઘણી વખત વાહનચાલકને ગંભીર ઇજાઓ અથવા અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનાં સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. આપણા રાજ્યમાં હેલ્મેટ પહેરવાનો કાયદો તો છે પરંતુ નાગરિકો અને તંત્ર દ્વારા આ કાયદાની તટસ્થ રીતે અમલવારી કરવામાં આવતી નથી. રાજ્યનાં લોકોમાં ટ્રાફિક નિયમોને (Traffic Rules) લઈને જાગૃતિનો પણ ઘણો અભાવ છે. ત્યારે હવે હાઈકોર્ટે (High Court) રાજ્યમાં હેલ્મેટ પહેરવાનાં કાયદાનું સખત રીતે પાલન કરાવવા આદેશ કર્યો છે.
- રાજ્યનાં નાગરિકો માટે અતિ મહત્ત્વનાં સમાચાર
- હેલ્મેટની અમલવારી માટે હાઇકૉર્ટેનો આદેશ
- દ્વિચક્રી વાહનો ચલાવનાર અને પાછળ બેસનારા માટે ફરજિયાત
- 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે : હાઇકૉર્ટ@PoliceAhmedabad #GujaratHighCourt #TraffcRules #Helmets #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 7, 2024
આ પણ વાંચો - Ahmedabad : શાળાઓ સામે AMC ની કડક કાર્યવાહી! શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
કોર્ટે 15 દિવસનો સમય આપ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, વાહન ચલાવતી વખતે હેલ્મેટ (Helmet) પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ કર્યો છે. દ્વિચક્રી વાહનો (Two-Wheelers ) માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટનાં આદેશ મુજબ હવે વાહન ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કર્યું કે 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે ? ફરજિયાત હેલ્મેટ અમલવારી માટે હાઇકૉર્ટે 15 દિવસનો સમય આપ્યો છે.
હાઈકોર્ટમાં શું થયું ?
જણાવી દઈએ કે, પાંજરાપોળ ઓવરબ્રિજ (Panjarapol Overbridge) મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટનાં આદેશ બાદ અરજદાર દ્વારા SG હાઈવે (SG Highway) સહિતનાં મુખ્ય હાઈવે પર અમેન્ડમેન્ટ રજૂ કર્યું હતું. સુનાવણી દરમિયાન ટ્રાફિક પોલીસમાં (Traffic Police) ખાલી જગ્યા અને ટુ-વ્હીલ ચાલકોનાં હેલ્મેટ ન પહેરવા અંગે હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે, અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર થતું જ નહીં હોય ? હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે, પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો દંડનો હેતુ શું રહેશે ? કોર્ટે આગળ કહ્યું કે, ટ્રાફિક પોલીસને એવું લાગે કે આજે સવારે પકડીશું ત્યારે દંડ કરવામાં આવે છે અને પછી તમે સાંજે થાકી જાવ છો અને બંધ કરી દો છો અને ફરી એક સવારે જાગો છો.
આ પણ વાંચો - Ahmedabad : સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ! HC એ આપ્યો આ નિર્દેશ