Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રાફિક મુદ્દે High Court નાં જોરદાર ચાબખા! કહ્યું - અમને સરકારી સિસ્ટમનાં Failure પર દુઃખ છે..!

ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઇકોર્ટનાં જોરદાર ચાબખા સરકારી વકીલનાં જવાબ સામે હાઈકૉર્ટનો વળતો જવાબ લોકોમાં સિવિક સેન્સ હોવી જરૂરીઃ સરકારી વકીલ શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે ?: હાઇકૉર્ટ શહેરમાં ટ્રાફિક સમસ્યા (Ahmedabad Traffic Issue) અંગે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર...
ટ્રાફિક મુદ્દે high court નાં જોરદાર ચાબખા  કહ્યું   અમને સરકારી સિસ્ટમનાં failure પર દુઃખ છે
  1. ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઇકોર્ટનાં જોરદાર ચાબખા
  2. સરકારી વકીલનાં જવાબ સામે હાઈકૉર્ટનો વળતો જવાબ
  3. લોકોમાં સિવિક સેન્સ હોવી જરૂરીઃ સરકારી વકીલ
  4. શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે ?: હાઇકૉર્ટ

શહેરમાં ટ્રાફિક સમસ્યા (Ahmedabad Traffic Issue) અંગે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે (High Court) સરકારની બરોબરની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે ? કોર્ટે કહ્યું કે, એક નાનામાં નાના કામ માટે પણ લોકો અનેક વખત ધક્કા ખાય છે. અમને સરકારી સિસ્ટમનાં ફેલ્યોર પર દુ:ખ છે. આ સુનાવણી દરમિયાન કોર્ટમાં RTO, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચનાં જવાબદાર અધિકારીઓ હાજર હતા. રાજ્ય સરકારનાં સંબધિત વિભાગે કોર્ટમાં સોગંદનામુ કર્યું હતું.

Advertisement

તંત્ર પ્રયાસ કરી રહ્યું છે પરંતુ, લોકોએ જાગવાની જરૂર છે : સરકારી વકીલ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા તંત્ર માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ત્યારે આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા અગાઉ પણ અનેક વખત હાઈકોર્ટે (High Court) ટકોર કરી હતી. પરંતુ, તેમ છતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા (Traffic Issue) જસની તસ છે. આ મામલે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. દરમિયાન, હાઈકોર્ટે સરકારનાં સંબંધિત વિભાગની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારનાં સંબધિત વિભાગે કોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. RTO, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચનાં જવાબદાર અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે, તંત્ર પ્રયાસ કરી રહ્યું છે પરંતુ, લોકોએ જાગવાની જરૂર છે. લોકોમાં સિવિક સેન્સ જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : 1 કરોડનું ડ્રગ્સ ફેંકીને ફરાર થયેલો આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!

'એજન્ટને સવારે આપીએ તો સાંજ સુધીમાં કામ પૂરું થઈ જાય છે'

કોર્ટે સરકારી વકીલની (Public Prosecutor) આ દલીલ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે ? એક નાનામાં નાના કામ માટે અનેક દિવસો સુધી લોકોએ ધક્કા ખાવાનો વારો આવે છે. RTO માં જઈએ તો સર્વર ઠપ્પ હોય છે, યોગ્ય ટ્રેકનો અભાવ છે. સામાન્ય માણસ કામ લઈને જાય તો 10-12 દિવસ સુધી થતાં નથી, જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજ સુધીમાં કામ પૂરું થઈ જાય છે. સરકારી વકીલે કહ્યું કે, અમે છેલ્લા દિવસોમાં કામગીરીનો વધારો કર્યો છે. પાછલા દિવસોમાં શહેરમાં હેલ્મેટ પહેરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો હોવાની રજૂઆત સરકારી વકીલે કોર્ટ સમક્ષ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Hasmukh Patel : LRD પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે સકંજો, 37 ઉમેદવાર ગેરલાયક, ફટકારાઈ આ સજા!

અધિકારીઓ પગાર લે છે પરંતુ, મોરલ ડ્યૂટી નથી કરી રહ્યાં : HC

ત્યારે કોર્ટે (High Court) કહ્યું કે, ભવિષ્યને લઈને કોઈ ચોક્કસ આયોજન છે ? તમે ભલે દાવાઓ કરો પરંતુ એમને કોઈ પરિવર્તન દેખાતું નથી. અધિકારીઓની જવાબદારી અંગે હાઇકોર્ટે સરકારને સવાલ પૂછ્યો કે, શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની ? કોર્ટે કહ્યું કે, અમને સરકારી સિસ્ટમનાં ફેલ્યોર પર ઘણું દુઃખ છે. અધિકારીઓ પગાર લે છે પરંતુ, તેઓ મોરલ ડ્યૂટી નથી કરી રહ્યાં હોવાનું કોર્ટનું અવલોકન કર્યું હતું.

આ પણ વાંચો - Dashama Visarjan : મૂર્તિ વિસર્જન વખતે બની ગોઝારી ઘટના, 5 પૈકી 3 ના નદીમાં ડૂબી જતાં મોત

Tags :
Advertisement

.