Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Himatnagar: સટ્ટોડિયાઓને છાવરનાર અધિકારીઓ પર લટકતી તલવાર! વાંચો વધુ

હિંમતનગર સાયબર ક્રાઈમમાં (Cyber Crime) ક્રિકેટ સટ્ટાના 100 બેંક ખાતાના હવાલા કૌભાંડની વિવાદાસ્પદ તપાસ હવે DySP અતુલ પટેલને સોંપાઈ છે. અગાઉ આરોપીઓને બચાવવાના પ્રયાસો અને શંકાસ્પદ તપાસને પગલે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવે પીઆઈ પાસેથી તપાસ આંચકી લીધી છે. આ મામલે શંકાના દાયરામાં રહેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શક્યતા છે.
himatnagar  સટ્ટોડિયાઓને છાવરનાર અધિકારીઓ પર લટકતી તલવાર  વાંચો વધુ
Advertisement
  • Himatnagar Cyber Crime Case ની વિવાદાસ્પદ તપાસનો મામલો
  • ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવનો મહત્વનો હુકમ
  • હિંમતનગર DySP અતુલ પટેલને સાયબર ક્રાઈમની તપાસ સોંપાઈ

Himatnagar Cyber Crime Case: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી એક વિવાદાસ્પદ તપાસમાં ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે (Range IG Virendrasinh Yadav) મોટો હુકમ કર્યો છે. ક્રિકેટ સટ્ટા અને બેંક ખાતાઓના હવાલા નેટવર્ક સાથે જોડાયેલી આ તપાસ હવે પીઆઈ (PI) પાસેથી આંચકીને હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલ (DySP Atul Patel)ને સોંપવામાં આવી છે. આ નિર્ણય પાછળ તપાસમાં થયેલી ગેરરીતિઓ અને આરોપીઓને બચાવવાના પ્રયાસો જવાબદાર હોવાનું મનાય છે.

Himatnagar Cyber Crime Case: શું હતો સમગ્ર મામલો?

થોડા સમય પહેલા સાબરકાંઠામાં ક્રિકેટ સટ્ટોડિયાઓ દ્વારા 100 જેટલા બેંક ખાતા (Bank Accounts) ભાડે મેળવીને કરોડો રૂપિયાના હવાલા (Hawala) કરવામાં આવતા હોવાની આશંકા જાગી હતી. પોલીસને તપાસ દરમિયાન 31 બેંક ખાતાની કિટ અને 10 જેટલા અન્ય ખાતાઓની વિગતો મળી આવી હતી, જેના આધારે ગુનો નોંધાયો હતો. આ આખું નેટવર્ક આઈપીએલ (IPL) શરૂ થાય તે પહેલા સક્રિય થવાનું હતું.

Advertisement

Advertisement

Himatnagar Cyber Crime Case: તપાસનું  પીલ્લું વાળવાનો પ્રયાસ!

આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસ દ્વારા ચૂપચાપ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ કાયદાકીય પ્રક્રિયા કરવાને બદલે મામલાનું 'પીલ્લું' વાળી દેવાયું હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ (Range IG Virendrasinh Yadav) ને શંકા ગઈ કે તપાસમાં કોઈ મોટા અધિકારીઓ અથવા વચેટિયાઓ દ્વારા આરોપીઓને છાવરવામાં આવ્યા છે. આ ઈરાદાઓને પારખીને તેમણે તપાસ હિંમતનગરથી ગાંધીનગર રેન્જ કચેરીએ ટ્રાન્સફર (Transfer) કરી દીધી હતી.

આ પણ વાંચોઃ Operation Mule Hunt: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપતાં પહેલા ચેતી જજો...!

હવે DySP અતુલ પટેલ કરશે તપાસ (New Investigation Head)

રેન્જ આઈજીના નવા હુકમ મુજબ, હવે હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલ (DySP Atul Patel) આ કેસની કમાન સંભાળશે. હવે આ તપાસ પીઆઈ કક્ષાના અધિકારીને બદલે સીધી ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે. તપાસના તમામ રોજેરોજના અપડેટ (Updates) સીધા રેન્જ આઈજીને મોકલવાના રહેશે. જેનાથી તપાસમાં પારદર્શિતા જળવાય અને કોઈ હસ્તક્ષેપ ન થાય.

અધિકારીઓ સામે કાર્યવાહીની લટકતી તલવાર! (Action Against Officers)

મળતી જાણકારી અનુસાર આ પ્રકરણમાં આરોપીઓને પોલીસ સમક્ષ હાજર કરવા માટે જે મધ્યસ્થીઓ (Mediators) સક્રિય હતા અને જે પોલીસ અધિકારીઓએ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે, તેઓ અત્યારે શંકાના દાયરામાં છે. વિવાદાસ્પદ તપાસ હવે બહુચર્ચિત બનતા અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ક્રિકેટ સટ્ટોડિયાઓના હવાલા નેટવર્ક સુધી પહોંચવા માટે હવે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે.

 આ પણ વાંચોઃ Operation Mule Hunt: જૂનાગઢ પોલીસે રુ. 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો!

Tags :
Advertisement

.

×