ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hindi Diwas 2025: હિન્દી દિવસ પર ગૃહમંત્રી અમિત શાહનો સંદેશ, હિન્દી ભાષા એકતાનું અનમોલ ઘરેણું

Hindi Diwas 2025:
12:24 PM Sep 14, 2025 IST | SANJAY
Hindi Diwas 2025:
Hindi Diwas 2025, Union Home Minister, Amit Shah, Hindi Diwas, GujaratFirst

Hindi Diwas 2024: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શભેચ્છા પાઠવી છે. જેમાં હિન્દી દિવસ પર ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે હિન્દી ભાષા એકતાનું અનમોલ ઘરેણું છે. તમામ ભાષાને સાથે લઈને આગળ વધી રહી છે હિન્દી. સેતુ બનીને હિન્દી રાષ્ટ્રીય એકતાને વધારે છે. PM મોદીએ ભારતીય ભાષાઓનું સ્વાભિમાન વધાર્યું છે.

તકનીત, વિજ્ઞાનની ભાષા બની રહી છે હિન્દી

તકનીત, વિજ્ઞાનની ભાષા બની રહી છે હિન્દી. આઝાદીથી ઈમરજન્સી સુધી દેશને એકસૂત્રમાં બાંધ્યો હતો. ગુલામીના સમયમાં ભાષાઓ પ્રતિરોધનો અવાજ બની હતી. ગૃહમંત્રીએ કહ્યું કે દેશની ભાષાઓ અને બોલીઓ વચ્ચે સેતુ બનીને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપતી હિન્દી, ટેકનોલોજી, વિજ્ઞાન અને સંશોધનની ભાષા બની રહી છે. સ્વતંત્રતા ચળવળથી લઈને કટોકટીના મુશ્કેલ દિવસો સુધી, હિન્દીએ દેશવાસીઓને એક સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હિન્દી બધી ભાષાઓને એકસાથે લઈને 'વિકસિત' અને ભાષાકીય રીતે 'આત્મનિર્ભર' ભારતનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી રહેશે.

Hindi Diwas 2025: હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે

હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ એ છે કે આ દિવસે 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો. 1953 થી, આ વિશેષ દિવસ દર વર્ષે રાજભાષા સંવર્ધન સમિતિ દ્વારા ઉજવવામાં આવે છે. હિન્દી માત્ર ભારતના અલગ-અલગ ભાગોમાં જ બોલાય છે એવું નથી, પરંતુ તે વિશ્વના ઘણા દેશોમાં પણ અપનાવવામાં આવ્યું છે.

હિન્દી ભાષાનો દરેક ભારતીય ભાષા સાથે અતૂટ સંબંધ

હિન્દી ભાષાનો દરેક ભારતીય ભાષા સાથે અતૂટ સંબંધ છે. આ વર્ષે હિન્દીએ દેશની સત્તાવાર ભાષા તરીકે જનસંચાર અને રાષ્ટ્રીય એકતાના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. સત્તાવાર ભાષા હિન્દી, તમામ ભારતીય ભાષાઓને સાથે લઈને, વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. હિન્દીને દેવનાગરી લિપિના રૂપમાં સત્તાવાર ભાષાનો દરજ્જો છે. બંધારણ સભાએ અંગ્રેજી સાથે દેવનાગરી લિપિમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી છે. આ દિવસે વર્ષ 1949માં બંધારણ સભાએ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી હતી. જો કે, પ્રથમ હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: રામ-સીતાનું 'ટેટૂ' પરિવારને જોડતો 'સેતુ'! ફિલ્મી નહીં બલકે આ છે રિયલ કહાની

 

Tags :
Amit ShahGujaratFirstHindi DiwasHindi Diwas 2025Union Home Minister
Next Article