Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bangladesh : વધુ એક હિન્દુની હત્યા ! 23 વર્ષી ચંચલ ભૌમિકને ગેરેજની અંદર જ જીવતો સળગાવ્યો

Bangladesh : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર સતત અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વધુ એક હિંસાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય હિન્દુ યુવક ચંચલ ભદ્વ ભૌમિકની નરસિંદી પોલીસ લાઈન્સને અડીને આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે.
bangladesh   વધુ એક હિન્દુની હત્યા   23 વર્ષી ચંચલ ભૌમિકને ગેરેજની અંદર જ જીવતો સળગાવ્યો
Advertisement
  • Bangladesh : વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવ્યો
  • ઘટનાની જાણ થતા સ્થાનિકોએ બોલાવી ફાયર ટીમ
  • ગેરેજમાંથી સળગેલી હાલતમાં મળ્યો યુવક

Bangladesh : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર સતત અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વધુ એક હિંસાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય હિન્દુ યુવક ચંચલ ભદ્વ ભૌમિકની નરસિંદી પોલીસ લાઈન્સને અડીને આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે.

મૃતક ચંચલ ચંદ્ર ભૌમિક, કોમિલા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો રહેવાસી હતો. તે ઘણા વર્ષાથી નરસિંદીમાં એક ગેરેજમાં કામ કરતો હતો અને કામ માટે ત્યાં જ રહેતો હતો. પ્રાપ્તથતી માહિતી અનુસાર મૃતક પરિવારમાં કામ કરનારા માત્ર એક જ વ્યક્તિ હતો.

Advertisement

Bangladesh :  ગેરેજના શટર પર પેટ્રોલ છાંટીને લગાવી આગ

પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત્રે જ્યારે ચંચલ ગેરેજની અંદર સૂતો હતો. ત્યારે દુકાનની બહારના શટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે આગ જોત જોતામાં આખા ગેરેજમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાના વીડિયોમાં એક વ્યક્તિ દુકાનની બહાર આગ લગાવતો દેખાય છે, જે પછી આગ ઝડપથી અંદર ફેલાઈ ગયો.

Advertisement

1 કલાકની ભારે જહેમત બાદ બુઝાવવામાં આવી આગ

આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક રહેવાસીઓને થતા તાત્કાલિક ધોરણે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. આગ બુઝાવ્યા બાદ ગેરેજની અંદરથી ચંચલ ચંદ્ર ભૌમિકનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.

પરિવારે આ ઘટનાને સંપૂર્ણપણે પૂર્વયોજિત હત્યા ગણાવી છે. તેમણે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને કડક સજાની માંગ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને લઘુમતી સમુદાયની સલામતી અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે.

સ્થાનિક હિન્દુ નેતાઓમાં રોષ

પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, સ્થાનિક હિન્દુ સમુદાયના નેતાઓએ આ ક્રૂર હત્યાની સખત નિંદા કરી છે. તેમણે ગુનેગારોની તાત્કાલિક ઓળખ અને ધરપકડ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો:  Trump Warning to Canada : "ચીન તમને ગળી જશે", ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પર કેમ બગડ્યા?

Tags :
Advertisement

.

×