Porbandar: સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલ હીરલબા જાડેજાની વધુ એકવાર થઈ ધરપકડ
- પોરબંદરમાં હીરલબા જાડેજાની વધુ એક વાર થઇ ધરપકડ
- સાયબર ક્રાઇમના ગુનામાં હીરલબા અને હિતેશ ઓડદરાની ધરપકડ
- વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર થતી હતી
અપહરણ અને ખંડણી કેસના આરોપી હીરલબા જાડેજાની વધુ એક વાર ધરપકડ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હીરલબાએ પોતાના માણસો અને નાનો માણસોના એન્કાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડની રકમ જમા થતી હતી. 14 બેક એકાઉન્ટ પૈકી 10 એકાઉન્ટના સરનામાં હિરલબાના નિવાસ સ્થાનના હતા.
હીરલબા જાડેજા હાલ અન્ય એક કેસમાં જૂનાગઢ જેલમાં
જે બાદ સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હીરલબા જાડેજા અને હિતેશ ઓડદરાની પોરબંદર પોલીસે કરી ધરપકડઅપહરણ અને ખંડણી આરોપમાં હીરલબા જૂનાગઢ જેલમાં તેમજ હિતેશ ઓડેદરા પોરબંદર ખાસ જેલમાં હતા. આરોપીઓ જેલમાં હતા ત્યારે પોરબંદર પોલીસે હીરલબા સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો.
હિરલબા જાડેજા સહિત 6 શખ્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ
થોડા સમય અગાઉ પોરબંદર જિલ્લાના (Porbandar) કુતિયાણાના MLA કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હિરલબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમની સામે વધુ એક કેસનો સંકજો કસાયો હોવાની માહિતી છે. હિરલબા જાડેજા સહિત 6 શખ્સો વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં કુલ 14 પૈકી 10 ખાતામાં એક જ સરમાનું તેમ જ આ બેંક ખાતાઓનો ઉપયોગ સાઇબર ફ્રોડ માટે થતો હોવાનો આરોપ કરાયો છે.
આ પણ વાંચોઃ Bhavnagar : રાજ્યમાં 16 મી વસ્તી ગણતરી દરમ્યાન સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યો
ગુજરાત, કર્ણાટક, UP, તામિલનાડુમાં 7 અલગ-અલગ ફરિયાદ
ઉપરાંત, ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં દાખલ થયેલ 7 અલગ-અલગ ફરિયાદમાં ભોગ બનનારે ગુમાવેલ લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનનો ખુલાસો પણ ફરિયાદમાં થયો છે. જાડેજા સહિત હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ મામલે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ હિરલબા જાડેજા (Hiralba Jadeja) સહિત તેમના સાગરીતો વિરુદ્ધ અપહરણ અને ખંડળીના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો. જે હેઠળ હિરલબા જાડેજાની (Hiralba Jadeja ) ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar : રાજ્યમાં 16 મી વસ્તી ગણતરી દરમ્યાન સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યો