Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : મોદી સરકારના સહકાર ક્ષેત્રમાં પ્રજાભિમુખ દ્રષ્ટિકોણથી પશુપાલકો, ખેડુતોનું જીવનધોરણ સુધાર્યું

દેશમાં છેલ્લા 9 વર્ષોમાં કરવામાં આવેલા ઐતિહાસિક ફેરફારથી સરકારી ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. જેના કારણે ખેડુતો, પશુપાલકોની સ્થિતિ સારી બની છે. મોદી સરકારે વર્ષ 2019માં સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું અને આ મંત્રાલયના મંત્રી તરીકે અમિતભાઈ શાહે જવાબદારી સંભાળ્યો હતો. મોદી...
banaskantha   મોદી સરકારના સહકાર ક્ષેત્રમાં પ્રજાભિમુખ દ્રષ્ટિકોણથી પશુપાલકો  ખેડુતોનું જીવનધોરણ સુધાર્યું
Advertisement

દેશમાં છેલ્લા 9 વર્ષોમાં કરવામાં આવેલા ઐતિહાસિક ફેરફારથી સરકારી ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. જેના કારણે ખેડુતો, પશુપાલકોની સ્થિતિ સારી બની છે. મોદી સરકારે વર્ષ 2019માં સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું અને આ મંત્રાલયના મંત્રી તરીકે અમિતભાઈ શાહે જવાબદારી સંભાળ્યો હતો. મોદી સરકારના પ્રજાલક્ષી નિર્ણયોના કારણે બનાસકાંઠાના ખેડુતો, પશુપાલકોની આવક વધી છે. મહિલાઓ સ્વનિર્ભર બની છે અને એટલા માટે જ બનાસકાંઠાના લોકો કહે છે 'આભાર મોદીજી'. મોદી સરકારના પ્રજાભિમુખ કાર્યોના કારણે જ ગુજરાતના લોકોએ લોકસભાની 26માંથી 26 સીટો મોદી સાહેબને ભેટ સ્વરૂપી આપે છે.

Modi Government in India

Advertisement

ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મહિલાએ જણાવ્યું કે, એક સમય હતો જ્યારે આ એક રણપ્રદેશ હતો. કોઈ પાક થતો નહોતો. કંઈ જ ન થતું. દરેક લોકો ગામડા છોડીને શહેરો તરફ જવા લાગ્યા. એ પછી આપે બધી જ વસ્તુઓ, બધી જ વ્યવસ્થાઓ એટલી સારી કરી કે અમે બનાસકાંઠામાં જ રહીએ છીએ જે બદલ મોદી સાહેબ આપનો ખુબ-ખુબ આભાર.

Advertisement

Gujarati Latest News

બનાસકાંઠાના પશુપાલક મહિલાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી અમારે કેનાલ આવી છે. કેનાલે અમારા ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. અમને કોઈ જાતની પાણીની કમી થતી નથી. અમારા ખેતરોમાં અમે લીલો ઘાસચારો ભેંસો માટે ઉગાડી શકીએ છીએ. નરેન્દ્રભાઈ મોદીનો ખુબ-ખુબ આભાર.

Development of Gujarat

એક ગૃહણીએ જણાવ્યું કે, અમારા દિકરા-દિકરીઓને મેડિકલનું ભણવા માટે બહાર મોકલવા પડતા અત્યારે બનાસકાંઠામાં સરકારની મદદથી મેડિકલ કોલેજની સ્થાપના થઈ તેના પછી અમારા દિકરા-દિકરીઓને ભણવા માટે બહાર મોકલવા પડતા નથી તે બદલ મોદી સાહેબ તમારો ખુબ-ખુબ આભાર.

cooperative sector in the country

સુકન્યા સમુદ્ધિ યોજના અંગે અન્ય એક દિકરીએ જણાવ્યું કે, દિકરીઓને હવે અમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી મોદી સાહેબ સુકન્યા યોજના લાવ્યા તેના માટે સાહેબનો ખુબ-ખુબ આભાર.

Narendra Modi Government in india and Gujarat

પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા મહિલાએ જણાવ્યું કે, અમારા બનાસકાંઠામાં પહેલા પાણીની તકલીફ હતી હવે બનાસકાંઠામાં મોદી સાહેબે સારુ કર્યું છે. નહેર આવી છે નહેરના પાણીથી અમારે પશુપાલન, ખેતીવાડી બધુ સારું થાય છે. મોદી સાહેબ તમારો ખુબ ખુબ આભાર.

Banskantha

માર્ગ અને વાહન વ્યવહારના વિકાસ અંગે એક ગૃહણીએ જણાવ્યું કે, અમારો વિસ્તાર ખુબ અંતરિયાળ વિસ્તાર હોવાથી, કાચા રસ્તાઓ હોવાના કારણે વાહન-વ્યવહાર માટે ખુબ અગવડ પડતી હતી. મેડિકલ ઈમર્જન્સી માટે કે ક્યાંક જવા આવવા માટે અમારે પુરતી સગવડ મળી રહેતો નહોતી પણ મોદી સરકાર સાહેબ આપના કારણે અમારે દવાખાને જવા માટે કે કંઈ મેડિકલ ઈમર્જન્સી હોવાના કારણે અમને જરૂર હોય ત્યારે સાધન પણ મળી રહે છે એ માટે મોદી સાહેબ આપનો ખુબ-ખુબ આભાર.

Gujarati Latest News

બટાકાની ખેતી સાથે જોડાયેલા એક બહેને જણાવ્યું કે, પહેલા અમે બટાકાનું વાવેતર કરતા હતા એટલે અમને સારો ભાવ પણ નહોતો મળતો અને વેચાણ પણ સારુ નહોતું થતું અને તેનાથી ખેડુતોને ખુબ નુકસાન થતુ હતુ. મોદી સરકાર અને બનાસ ડેરીના સહયોગથી પોટેટો પ્લાન્ટ નાખવામાં આવ્યો તેનાથી અમારું વેચાણ પણ સારું થાય છે અને અમને સારો એવો ભાવ મળે છે. બનાસકાંઠાના ખેડુતોનું જીવન પરિવર્તન કર્યું અને અમારી આવક બમણી કરી તેના માટે મોદી સાહેબ હું આપનો દિલથી શુક્રિયા માનું છું.

North Gujarat Latest News

પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા મહિલાએ મોદી સાહેબનો આભાર માનતા જણાવ્યું કે, મને 24 કલાકની લાઈટ, વીજળી આપી અને રોડ આપ્યા તે માટે મોદી સાહેબનો ઘણો-ઘણો આભાર છે.

Co operative sector News

સરકાર દ્વારા પશુપાલન અને ખેતીના ઓજારોમાં આપવામાં આવતી સબસીડી અંગે અન્ય એક મહિલાએ જણાવ્યું કે, પશુપાલન અને ખેતી કરવા માટે જરૂરી ઓજારોમાં અમને સરકારશ્રી તરફથી દરેકમાં સબસીડી મળે છે તે બદલ મોદી સાહેબ આપનો ખુબ-ખુબ આભાર.

Agriculture News

બનાસકાંઠાના વિકાસની ગાથાના સાક્ષી રહેલા ખેડુત મહિલાએ ભુતકાળની અને હાલની સ્થિતિની સરખામણી કરતા જણાવ્યું કે, પહેલા અમારે રસ્તા બધા કાચા હતા ચાલવું ક્યાંથી? પહેલા તો ચાલવાની જ તકલીફ હતી હવે રસ્તા અમારે મોદી સાહેબ આવ્યા છે એટલે પાકા થયાં રોડ બની ગયા. જ્યાં સાધન લઈને જવું હોય ત્યા જઈ શકાય છે. વીજળી નહોતી તે વીજળી આવી. કાચા રસ્તાના પાકા રસ્તા બન્યા, મકાન નહોતા તો પાકા મકાન થયાં. પાણી નહોતું તો પાણી મળ્યું મળ્યું, મોદી સાહેબ તમારો ખુબ-ખુબ આભાર.

Farmers in Gujarat

અન્ય એક ખેડુત મહિલાએ અમારો બનાસકાંઠા સુકો દેશ કહેવાતો અત્યારે મોદી સાહેબના કારણે અમારે હરિયાળો દેશ બન્યો છે. અત્યારે અમારે પશુપાલનનો સારી રીતે ધંધો કરી શકીએ છીએ. લીલો ઘાસચારો સારો થાય છે અને તેમાં ઉત્પાદન સારુ મેળવી શકીએ છીએ. ડેરીના ભાવ પણ અમને વધારે મળી રહે છે. મોદી સાહેબ આપનો ખુબ ખુબ આભાર.

Gujarat Development Agriculture Sector

પશુપાલન સાથે જોડાયેલી મહિલાએ જણાવ્યું કે, પહેલા અમારી ગાયો અને ભેંસોનું છાણ અમે એક જગ્યાએ એકઠું કરતા હતા જેના લીધે ખુબ જ ગંદકી થતી હતી અને અત્યારે બનાસ ડેરી અને મોદી સાહેબના સહયોગથી અમારી ગાયો અને ભેંસોનું ગોબર ગોબરધન બની ગયું છે અને એક રૂપિયે કિલો વેચાય છે. જેના લીધે અમને ખુબ જ આર્થિક લાભ થાય છે અને ગંદકી પણ ઓછી થાય છે. અમારા પશુઓના ગોબરને ગોબરધન બનાવવા માટે મોદી સાહેબ તમારો ખુબ-ખુબ આભાર.

Banaskantha Latest News

મોદી સરકારના મહિલાઓ માટેની કામગીરી અંગે મહિલાએ જણાવ્યું કે, મોદી સરકારની મદદથી મહિલાઓ ખુબ-ખુબ પગભર બની છે. મોદી સાહેબને ખુબ-ખુબ આભાર.

આ પણ વાંચો : VANDE BHARAT EXPRESS : અદ્યતન સુવિધા અને ટેકનોલોજી સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×